Abtak Media Google News

સહાય સેતુ કાર્યક્રમમાં ડે.મેયર દર્શિતાબેન શાહ, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી, આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ વોર્ડના કોર્પોરેટર મનીષ રાડીયા સહિતના ઉ૫સ્થિત રહયા

લોકોને સરળતાથી ઘરઆંગણે સરકારની યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી વોર્ડ નં.ર માં આજે સહાય સેતુ કાર્યક્રમનું આયોજના કરવામાં આવ્યું છે. જેનો વોર્ડ નં.રના રહેવાસીઓ બ્હોળા પ્રમાણમાં ઉ૫સ્થિત રહીને લાભ લઇ રહ્યા છે. ડે. મેટર ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતં કે, મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા પ્રજાના  વ્યકિતગત પ્રશ્ર્નોનું ઘરઆંગણે Vlcsnap 2017 05 10 11H33M30S226નિરાકરણ થઇ શકે અને લોકોને જુદીજુદી કચેરીએ ભટકવું ન પડે તે માટે તમામ રાજય સરકારના વિભાગો અને કોર્પોરેશનના તમામ વિભાગો આજે વોર્ડ નં.ર મા રાખવામાં આવ્યા છે. બીજા તબકકાના સહાય સેતુના કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. અહી મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય યોજના, આધાર કાર્ડ ફુડ લાયસન્સ આ બધા જ પ્રકારની સેવા ઉપલબ્ધ છે. તમામ આવકના દાખલા અને સેવાઅ આપી તાત્કાલીક ધોરણે જે તે યોજના જેવી કે જનધન યોજના, વિધવા સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. જ ે તે પ્રશ્ર્નોનું નિરાકરણ થઇ જાય ત્યારે તે લોકોના નંબર પર ફોન કરી તેને જાણ કરવામાં આવશે. હિરેન વિસાણી નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણીને જણાવ્યું હતું કે આરોગ્ય શાખા વતી ત્રણ મોટી યાેજના ઘરના આંગણે આપી છે.

Vlcsnap 2017 05 10 11H35M17S19મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલય યોજના ર લાખ સુધીના ઓપરેશન માટે મોટી હોસ્પિટલ જેમ કે સ્ટલીંગ વોકહાર્ડ, બી.ટી.સવાણી, દોશી અને સદભાવના જેવી ૮૦ જેટલી હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે. જેના વિના મુલ્યે સારવાર આપવામાં આવશે. જન્મના પ્રમાણપત્ર માટે સેન્ટ્રલ ઝોને આવવાની જરુર નથી. હોસ્પિટલનું પ્રમાણપત્ર લઇને સહાય સેતુ કાર્યક્રમમાં આવી એટલે પ્રમાણપત્ર નીકળી જશે. ફુડ બીઝનેશ ઓપરેટર માટેફુડનું લાયસન્સ જે વિના મુલ્યે સહાય સેતુ કાર્યક્રમ અંતર્ગત નીકળી શકે છે. મુખ્યમંત્રી અમૃતમમાં હ્રદયના બાયપાસ, કેન્સરની સારવાર, પથરી અને મગજના નવજાત શિશુનું ઓપરેશન અને ગંભીર અકસ્માતમાં વિના મૂલ્યે ર લાખ સુધીની સારવાર કરવામાં આવે છે.

કોર્પોરેટર વોર્ડ નં.ર મનીષ રાડીયા આરોગ્ય સમીતી ચેરમેન અને વોર્ડ નં.ર ના કોર્પોરેટર મનીષ રાડીયાએ જણાવ્યું હતું કે સરકાર લોકોના દ્વારે પહોંચી છે. અહી સરકારની તમામ પ્રકારની સેવાઓનો લાભ તથા તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ થશે. નિરાકરણમાં બેંકની યોજનાઓમાં થોડો સમય લાગે છે. બાકી અન્ય યોજનાઓ ના લાભ એક અઠવાડીયામાં મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.