Abtak Media Google News

ઈલેક્ટ્રિક સ્કુટરમાં આગ લાગવાની ઘટના ઘણી વખત બની છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં આ ઘટના સામે આવી છે જેમાં પ્યોર ઈવીના એક ઈ-સ્કૂટરમાં આગ લાગી છે.ઈ-સ્કૂટરમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના પાટણ જિલ્લાની સુવિધાનાથ સોસાયટીની છે. ઈ-સ્કૂટરમાં આગ લાગવાની ઘટના ગુરુવારે બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂટર આગની જ્વાળામાં ઘેરાઈ ગયુ હોય તેવુ દેખાય છે. ઘટનામાં કોઈ જાનહાનિ થયાની સુચના નથી.

એપ્રિલમાં 2000 ઈલેક્ટ્રીક સ્કૂટરોને પાછા પણ મંગાવ્યા હતા

આની પહેલા ચાર અન્ય પ્યોર ઈવી ઈ-સ્કૂટરમાં આગ લાગી હતી. ચોથી ઘટના ગયા મહિને હૈદ્રાબાદથી રિપોર્ટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્યોર ઈવીએ એપ્રિલમાં 2000 ઈલેક્ટ્રીક સ્કૂટરોને પાછા પણ મંગાવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.