Abtak Media Google News

7 દિવસમાં 75,00 જેટલા વિદ્યાર્થીઓને ઉત્તરવહી અવલોકન માટે અપાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના 7500 વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું આજથી અવલોકન શરૂ થયું છે. આ કાર્યવાહી 24 જૂન સુધી ચાલશે. ઉત્તરવહી અવલોકન માટે અમદાવાદ અને ગાંધીનગરના 50 જેટલા શિક્ષકોને ઓર્ડર ઇશ્યૂ કરાયા છે.

મળતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી સંતુષ્ટ ન હોય તેવા 7500 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડ સમક્ષ ઉત્તરવહી અવલોકન માટે અરજી કરી હતી. 2020માં બોર્ડ સમક્ષ 12 હજાર જેટલી અરજીઓ આવી હતી. જો કે આ વખતે અરજીની સંખ્યામાં ઘટાડો થયો છે. ઉત્તરવહી અવલોકન માટે આવેલી અરજીઓ બાદ હવે આજથી ઉત્તરવહી અવલોકનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સ્કૂલમાં કુલ ચાર બ્લોકમાં અવલોકનની કામગીરી કરવામાં આવશે. જેમાં એક બ્લોકમાં એક સાથે 40 વિદ્યાર્થીઓને એકીસાથે બેસાડી ઉત્તરવહી અવલોકન માટે અપાશે. એક દિવસમાં કુલ 7 જેટલા સેશનમાં ઉત્તરવહી અવલોકન કરાશે. જેથી નિયત કરેલા સમયમાં વિદ્યાર્થીઓના અવલોકનની કામગીરી પૂર્ણ થઇ શકે. એક સેશનમાં સરેરાશ 160 વિદ્યાર્થીઓ હશે અને 7 સેશનમાં મળીને 1180 જેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.