Abtak Media Google News

કચ્છથી ઉત્તર ગુજરાત તરફના સામખીયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર આજે કાનમેર ગાગોદર વચ્ચે આડેસર તરફ કેમિકલ ભરીને જતા એક ટેન્કરમાં અચાનક આગ લગતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
આગના કારણે ગાગોદર તરફ આગળ જતાં વાહનો સલામતીના ભાગરૂપે ઉભા રહી જતા 3 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.

ટેન્કર ચાલકનો આબાદ બચાવ

ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ભચાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ટેન્કરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. બનાવ બપોરના 1 વાગ્યાની આસપાસ બન્યો હતો જેના  કારણે ત્રણેક કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી.

ભચાઉ સુધારાઈના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આ કામગીરીમાં ફાયર ટીમમાં પ્રવીણ દાફડા સહિતના કર્મી જોડાયા હતા.જોકે ત્યાં સુધીમાં ટેન્કર આગમાં સળગીને ભસ્મીભૂત થઈ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.