ચેતજો, ગૂગલ ક્રોમના એક્સ્ટેંશનમાં માલવેર ગંભીર નુકસાન પહોંચાડી શકે

ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરતી વખતે ઘણી વખત કેટલાક એક્સ્ટેંશનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે થર્ડ પાર્ટી એક્સ્ટેંશન વેબસાઇટની સુવિધા માટે બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ગૂગલ ક્રોમમાં થાય છે.

સાયબર સિક્યુરિટી અને લોકપ્રિય એન્ટિ-વાયરસ નિર્માતા અવસ્તાના રિપોર્ટ અનુસાર, 28 એક્સ્ટેંશનમાં માલવેર મળી આવ્યું છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. કેમકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વિમેઓ માટે એક્સ્ટેંશન તરીકે થાય છે. આ એક્સ્ટેંશનનો ઉપયોગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના વિડિઓઝ ડાઉનલોડ કરવા અથવા સીધા સંદેશા માટે પણ થાય છે.

માલવેર વિશ્વભરના 3 કરોડ લોકોને અસર કરી રહ્યું છે. ભય એ છે કે તેઓ URL ને હાઇજેક પણ કરી શકે છે. એકંદરે તેઓ બ્રાઉઝર પર બનેલા દરેક ક્લિકને ટ્રેક કરી રાખે છે. આવા થર્ડ પાર્ટી એક્સ્ટેંશનનો ઉપયોગ વપરાશકર્તાઓ સામાન્ય રીતે સમય બચાવવા માટે અને સોશિયલ મીડિયાના શોર્ટકટ તરીકે કરે છે. આવી સ્થિતિમાં જો ક્રોમ જેવા વિશ્વસનીય બ્રાઉઝરમાં પણ મલાવેર આવી જાય તો ખૂબ ગંભીર બાબત છે.