Abtak Media Google News

કેન્સરની દવાના નામે ફાર્મા કંપનીઓ સાથેછેતરપીંડી કરતા ૩ નાઈઝીરીયન અને ૩ ભારતીયોને મુંબઈથી ઝડપી લેવાયા

સાઈબર સેલ દ્વારા નાઈઝીરીયન ગેંગના ૩ શખ્સોને ઝડપી લીધા છે. આ ગેંગ શહેરની ફાર્મા કંપનીઓને કેન્સરની ખોટી દવા આપી રૂ.૩૦ લાખની છેતરપીંડી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નાઈઝીરીયન ગેંગ દ્વારા છેતર પીંડીના બનાવો સામે આવ્યા છે. ત્યારે હવે કેન્સરની દવાના નામે વેપારીઓને ઠગતી ચીટર ગેંગને અમદાવાદ સાઈબર સેલ દ્વારા પકડી લેવામાં આવી છે. મુંબઈમાં રહેતાલો રેન્સ વુડ ૪૦ જેકશન અમો ખોલી ૩૬ અને શેરન નશાબા ૨૨ ને ઝડપીલેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આ ગેંગ દ્વારા યુકેની કંપનીના નામે કેન્સરની દવાનું રો મટીયલ ફાર્મા ના વેપારીઓને વેચવામાં આવતું અને પૈસા આપ્યા બાદ વેપારીને ઠેંગો બતાડી દેવામાં આવતો આઅંગે વધુ જણાવતા સાયબર સેલડીસીપી રાજદીપસિંહ ઝા એ કહ્યું કે આ નાઈઝીરીયન ગેંગ સાથે ત્રણ મુંબઈના અન્ય ત્રણને પણ ઝડપી લેવામાંઆવ્યા છે.

જેમાં ગીતાંજલી ધોળકીયા, સાગર ગુપ્તા અને કીંજલ ગડાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે સાગર મૂળ અઝમગઢ યુપીનો રહેવાસી છે. જયારે કીંજલ કચ્છના અબડાસાના રહેવાસી છે. આ ગેંગ દ્વારા અમદાવાદમાં બે છેતર પીંડીના બનાવોબહાર આવ્યા જેમાં રૂ.૩૦ લાખ અને રૂ.૩ લાખની છેતરપીંડી આદરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે જણાવતા ઈન્સ્પેકટરવી.બી. બારડે કહ્યુંં કે મૂળ અમદાવાદ ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા જેઠાલાલ ખરાદીયા એસાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી કે લોરેન્સ વુડ નામના એક નાઈઝીરીયન શખ્સે તેની સાથે છેતરપીંડી કરે છે. તેમણે જણાવ્યું કે આ શખ્સ દ્વારા સોશ્યલ મીડીયામાં મેસેજ વાયરલ કરાયો હતો કે યુકેની ફાર્મા કંપની દ્વારા કેન્સર મેડીસીન વેચવામાં આવી રહી છે અને તેઓ લોરેન્સના છટકામાં ફસાઈ ગયો અને છેતરપીંડીનો ભોગ બન્યા. અને લોરેન્સ દ્વારા ગીતાંજલી ધોળકીયાનું નામ અને એડ્રેસનો ઉપયોગ કર્યો હતો અને રોમટ રીયલ આપવાની વાત કરી હતી.

ગીતાંજલી ધોળકીયાએ રો મટીરીયલની કિમંત પર લીટરે ૫૦ લાખ રૂપીયા કહી અને જેકસને કહ્યું કે રો મટીરીયલ યુકે ના ડોકટરો દ્વારાચેક કરવામાં આવ્યું છે. ખરાદીયાને આ રો મટીરીયલમાં રૂ.૩૦ લાખ ચૂકવી દીધા જે વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યા અને જેવા પૈસા જમા થયા ન તો રો મટીરીયલ આવ્યું કે નતો તે લોકોનો સંપર્ક થઈ શકયો.

ખરાદીયાને ત્યારે ખ્યાલ આવ્યો કે તે આગેંગનો શિકાર બની ગયા છે. ત્યાર બાદ સાઈબર સેલ ટીમે આઈપી એડ્રેસ દ્વારા મુંબઈથી આવેલા આ ગેંગની કુંડલી કાઢી અને તેમને મુંબઈ પોલીસની મદદથીઝડપી લેવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.