Abtak Media Google News

કોરોનાના કપરા સમયગાળામાં પણ લાભ ખાટી લેવા “ગીધડાઓ” આતુર જ છે. મહામારીમાં રાશન કાર્ડ દ્વારા મળતા સસ્તા અનાજ જ હાલ ગરીબોનો પેટનો ખાડો પુરવાનું એક માધ્યમ છે. ત્યારે આવા કપરા સમયમાં પણ આ માધ્યમ થકી લાભ મેળવવા અને નફો રળવા વચેટીયાઓ તત્પર છે. પરંતુ હવે આવા કૌભાંડીઓ ચેતી જજો…. મોટા કૌભાંડ કે નાની ગેરરીતિ આચરતા પહેલા સોક વખત વિચારજો… કારણ કે આવા કૌભાંડીઓને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે. સસ્તા અનાજ વિતરણ વ્યવસ્થામાં આડે પડતા વચેટિયાઓ અને ગેરરીતિ આચરતા કૌભાંડીઓને બક્ષવામાં નહીં આવે તેમ જણાવી લાઈફટાઈમ સુધી લાયસન્સ રદ્ કરવા સુધીના આકરાં પગલાં લેવામાં આવશે તેમ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે.

રાજકોટ જિલ્લા બેંકની આજ રોજ મળેલી સભામાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ અન્ય પણ બીજી મહત્વની જાહેરાતો કરી છે. કોરોના કાળ દરમિયાન વેપાર-ધંધાઓ ઠપ થઈ ગયા હતા. જેના કારણે મોટા ભાગના વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ મહામારીના વિકટ સમયમાં પણ રાજકોટ જિલ્લા સહકારી બેંકે નફો કર્યો છે. જેમાં નાણાકીય વર્ષ 2020-21માં RDC બેંકનો ચોખ્ખો નફો 47 કરોડ થયો છે.

રાજકોટ જિલ્લા બેંકના નફા સાથે તેનું રિઝર્વ ફંડ 88 કરોડના વધારા સાથે 606 કરોડે પહોંચ્યું છે. આ સાથે બેંકની થાપણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નાણાકીય 2020-21ના વર્ષમાં રાજકોટ જિલ્લા બેંકની થાપણ 1261 કરોડના વધારા સાથે 6659 કરોડએ પહોંચી છે.

021 1રાજકોટ જિલ્લા બેંકનું નામ બદલાયું

રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં આજે એક મહત્વની જાહેરાત કરાઈ છે. જે જાહેરાતમાં બેંકનું નામ બદલાવવામાં આવ્યું છે. હવેથી રાજકોટ જિલ્લા બેંકનું નામ બદલી વિઠ્ઠલ રાદડિયા જિલ્લા બેંક તરીકે ઓળખવામાં આવશે. આ સાથે સાધારણ સભામાં તમામ સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.