Abtak Media Google News

23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો: અંબાજીથી ગબ્બર સુધી જવા માટે 20 મીની બસો પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. ત્યારે  ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્ધારા અંબાજી સુધી 1000 એકસ્ટ્રા બસો દોડાવાશે. તે સિવાય અંબાજીથી ગબ્બર સુધી જવા માટે 20 મીની બસો પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.દર વર્ષ નિમિતે ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મોટો મેળો ભરાય છે અને સમગ્ર ગુજરાતમાંથી લાખો માઈભક્તો અંબાજી દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ એસટી નિગમ આ વર્ષે પણ એકસ્ટ્રા બસો દોડાવશે.

એસટી નિગમ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન 1 હજાર એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.  આ સિવાય 20 મીની બસ અંબાજીથી ગબ્બર સુધી જવા માટે મુકવામા આવશે. તે સિવાય દાંતાથી અંબાજી જવા પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ગયા વર્ષે ભાદરવી પૂનમના પર્વ પર જીએસઆરટીસીએ 600 એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેનો 11 લાખ મુસાફરોએ લાભ લીધો હતો.ઉપરાંત આ વખતે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ક્યુઆર કોડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે.

આ ક્યુઆર કોડ થકી યાત્રિકોને જમવા રહેવા સહીતની જગ્યાઓના ચોક્કસ લોકેશન મળી રહેશે. ગબ્બર પર્વત પરના પગથિયાં પર પણ સફેદ કલર કરવામાં આવ્યો છે. આ કલરને લીધે યાત્રિકો પગરખાં પહેર્યા વગર પણ આ પગથિયાં પર ચાલી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.