Abtak Media Google News

બસ અને કાર સામ સામે અથડાયા બાદ બસની પાછળ ત્રણ બાઈક ઘુસી ગયા : ત્રણ લોકોની હાલત ગંભીર

જૂનાગઢના કેશોદ ખાતે એનપી કોલેજ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે.જેમાં એસટી બસ અને કાર સામ સામે અથડાય હતી ત્યાર બાદ બસ પાછળ ત્રણ બાઈક ઘુસી જતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો.જેમાં સાત લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે કેશોદ હોસ્પિટલમાં બાદ ત્રણની તબિયત લથડતાં તેને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ કેશોદમાં અનેક વાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.અને તે અકસ્માતમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે ફરી વહેલી સવારે એક ગંભીર અકસ્માત બનવા પામ્યો હતો જેમાં એન.પી કોલેજ નજીક એસટી બસ સાથે ફોરવીલ અથડાતા અકસ્માત સર્જાયો હતો.જ્યારે આ બસ પાછળ ત્રણ બાઈક ઘૂસી જતાં ત્રીપલ અકસ્માત થયો હતો જે અકસ્માતમાં સાત લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે તેમના ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક કલિયર કરવાનું કામ કાજ હાથધરયુ હતું.જ્યારે તપાસ કરતા કારમાં સવાર લોકો દશામાંના વ્રતને લઈ ફોર વ્હિલ મુસાફરો મૂર્તિ વિર્સજન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.