Abtak Media Google News

ભરાડ સ્કુલનાં સંચાલક જતીન ભરાડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખાસતો વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ હતુ અને આજરોજ ત્યારે રિઝલ્ટ આપ્યું છે. તો રિઝલ્ટખૂબજ સારૂ જોવા મળ્યં ખાસ કરીને વિદ્યાર્થીનું રીઝલ્ટ સારૂ આવ્યું તેનું કારણ ૧૦ થી ૧૨ માર્કસનું જે ગ્રેસીંગ મળ્યું છે. તે છે ૧૨૪ વિદ્યાર્થીઓ હતા જેમાંથી ૧ વિદ્યાર્થીએક જ વિષયમાં નાપાસ થયા છે. પ્રથમ ચાર સ્થાન માત્રને માત્ર દિકરીઓએ મેળવેલ છે.

ભરાડ સ્કુલ પ્રયન વિદ્યાર્થીની લાઠીયા જીજ્ઞાસા કે જેમાએ ૯૯.૭૪ પીઆર મેળવેલા છે તેમને ૯૩ ટકા મેળવેલ છે. વિદ્યાર્થીઓને ખાસ તો શિક્ષકોનો સહકાર વધારે આવશ્યક હોય છે. તો આ સહકાર ભરાડ સ્કુલમાં પૂરતો મળે છે.

અજાણી વિશાખાએ જણાવ્યું કે તેઓએ ૯૯.૭૨ પીઆર સાથે બીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમણે જણાવ્યું કે તેઓનો આનંદ કયાંય સમાતો નથી કારણ કે તેમણે તેની આશાથી વધારે પરિણામ મેળવેલ છે. તેઓ આખા વર્ષ દરમિયાન મહેનત કરે છે. હવે આગળ બી ગ્રુપમાં આગળ વધવાની ઈચ્છા ધરાવે છે. સૌથી વધારે ક્રેડીટ તેમના ટીસર્ચને અને પેરેન્ટસ પણ ભાગરૂપ છે.તેવું જણાવ્યું.

સ્કુલમાં તૃતીય સ્થાન મેળવનાર દિપલ કે જેઓએ તૃતીય સ્થાન મેળવેલ છે.તેમણે જણાવ્યું કે તેમની મહેનતનું પરિણામ તેમણે મેળવ્યું છે તેના માટે ટીસર્ચનો મુખ્ય ફાળો છે. અને તેમની મહેનત પ્રમાણે તેઓએ માર્કસ મેળવ્યા છે. સાથોસાથ તેમના પિતા ખેતી કરે છે  અને તેમણે જણાવ્યું કે તેમની દિકરી તેની રીતે મહેનત કરતી અને તેનું પરિણામ પણ તેણે મેળવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.