Abtak Media Google News

ઇન્ડિયાને ભારત બનાવવાની હિલચાલ ચાલી રહી છે. નાગરિકો પણ આ પ્રયાસોને હર્ષભેર સ્વીકારી રહ્યા છે. પણ ઇન્ડિયાથી ભારત બનવું હજુ જોજનો દૂર છે. હજાર વર્ષના અતિક્રમણના ઇતિહાસને લઈ વૈશ્વિક રીતે ઈન્ડિયાથી ભારત થવામાં ઘણી મહેનત અને સમય લાગે તેમ છે. ફરી દેશ દાઝ, બિનસાંપ્રદાયિકતા, ગૌરવવંતા ઇતિહાસને પુનર્જીવિત કર્યે જ સાચા અર્થમાં ઇન્ડિયા ભારત બની શકશે, આ પુનરાવર્તન કોઈ એક- બે મહિના લાવવું સહેલું નથી.

હજાર વર્ષના અતિક્રમણના ઇતિહાસને લઈ વૈશ્વિક રીતે ઈન્ડિયાથી ભારત થવામાં ઘણી મહેનત અને સમય લાગશે

ફરી દેશ દાઝ, બિનસાંપ્રદાયિકતા, ગૌરવવંતા ઇતિહાસને પુનર્જીવિત કર્યે જ સાચા અર્થમાં ઇન્ડિયા ભારત બની શકશે, આ પુનરાવર્તન કોઈ એક- બે મહિના લાવવું સહેલું નથી

ભારતનો ઇતિહાસ જોઈએ તો સિઁધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે, લોહ યુગ, અને તેના પછી વૈદિક કાળનો ક્રમે ક્રમે વિકાસ થયો, અને અહી જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં, મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના શ્રમણ અર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો.

ભારતમાં મુઘલ કાળ પણ લાંબો ચાલ્યો. 1526માં, તાર્તર તૈમુર અને ચંગીઝખાનના વશં જ એવા બાબરે ખૈબરઘાટના રસ્તે આવીને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી જેને 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું. 1600 સુધીમાં મુઘલ વંશ ભારતીય ઉપખંડના મોટાભાગ પર શાસન કર્યું. પરંતુ 1707 બાદ તેના પતનની શરૂઆત થઈ હતી 1857ના વિપ્લવ બાદ તેનો સંપુર્ણપણે અંત આવ્યો. આ વિપ્લવને અંગ્રેજ ઇતિહાસકારો 1857નો બળવો પણ કહે છે. આ સમયગાળા દરમિયાન ઉપખંડમાં વસતી હિન્દુ વસ્તીમાં ઘણું સામાજીક પરિવર્તન આવ્યું હતું. કારણ કે તેઓના શાસકો મુઘલ ધર્મે મુસ્લિમ હતા.

ઘણા મુઘલ બાદશાહો સહિષ્ણુ,હતા તો કેટલાક હિન્દુ સંસ્કૃતિને યોગ્ય પ્રોત્સાહન પણ આપતા. જો કે આ સમય દરમિયાન હિન્દુઓના કેટલાક ઐતિહાસિક મંદીરોનો નાશ કરવામાં આવ્યો હતો તો બિન મુસ્લિમ લોકો પર ભારે કર લાદવામાં આવ્યો હતો. મુઘલ સામ્રાજ્ય જ્યારે પુર્ણ કલાએ વિકસ્યું હતું ત્યારે તેનો વિસ્તાર મૌર્ય સામ્રાજ્ય જેટલો હતો. આ ગાળા દરમિયાન ઘણા નાના નાના રાજવાડાઓ વિકસ્યા હતા અને સત્તા વધારવાનો પ્રયાસ કરતા હતા જેને કારણે મુઘલ સામ્રાજ્યની પડતી શરૂ થઈ. જો કે, ભારત પર સૌથી વધુ સમય સુધી મુઘલોએ રાજ કર્યું હતું તે હકીકત છે. 1739માં, નાદેરશાહે કર્નાલના રણસંગ્રામ માં મુઘલ સૈન્યને હાર આપી હતી. વિજય બાદ નાદિરશાહે દિલ્હી પર આતંક વરસાવ્યો હતો અને મોટાપાયે લુંટફાટ કરી હતી. ઘણા ખજાનાની સાથે તે મયુરાસન પણ લઈ ગયો હતો.

ત્યારબાદ અનેક ઘટનાઓ ભારતમાં ઘટતી ગઈ છે. ભારતનો ભૌગોલિક વિસ્તાર સમય જતાં ઘટતો ગયો. ૧૫ મી ઓગસ્ટે ભારતને આઝાદી આપી મળી એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પના આજની પેઢીને નહિં હોય. હિન્દુસ્તાનનો આશરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટા રાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટા હતા

અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશ પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો. આ સિવાય દીવ, દમણ અને ગોવામાં પોર્ટુગીઝ સરકારની અને પોંડીચેરીમાં ફ્રાંસની સરકારની હકુમત હતી, જે બ્રિટીશ સરકાર સાથે કરારબદ્ધ હતા.

બ્રિટીશ ઈન્ડિયા ૧૭ પ્રાંતોમાં વહેંચાયલો હતો. અજમેર, આન્દામાન-નિકોબાર, આસામ, બલુચિસ્તાન, બંગાલ, બિહાર, મુંબઈ, સેંટ્રલ પ્રોવિન્સ, કુર્ગ, દિલ્હી, મદ્રાસ, નોર્થ- વેસ્ટ ફ્રંટીયર, ઓરીસા, પાન્થ-પિપ્લોદા, પંજાબ, સિંધ અને યુનાઈટેડ પ્રોવિન્સ. પ્રાંતના વિસ્તાર પ્રમાણે ગવર્નર, લેફ્ટેનન્ટ ગવર્નર કે કમીશનરની દ્વારા આ પ્રાંતોના વહીવટી માળખા ચાલતા. બધા પ્રાંતો અને પ્રિન્સીસ્ટેટ્સ વાઈસરોયની સત્તા હેઠળ હતા. આઝાદીની વર્ષોની ચળવળ બાદ અનેક બલિદાનો બાદ ભારતને આઝાદી અને લોકશાહી મળી. આમ ભારતનો ઇતિહાસ ભવ્ય છે. આ ઐતિહાસિક નામ ધારણ કરવામાં ભારતે પોતાના મૂલ્યો પાછા મેળવવા પડશે

પુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવાનો હજુ નિર્ણય લેવાયો નથી : એનસીઇઆરટી

ગઈકાલે એનસીઇઆરટી પુસ્તકોમાં દેશનું નામ ઇન્ડિયાને બદલે ભારત લખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેવા સમાચાર વહેતા થયા હતા ત્યારે હવે એનસીઇઆરટીએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હજું સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

એનસીઇઆરટી દ્વારા ગઠિત સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર લાવવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે હિંદુ યોદ્ધાઓની વિજય ગાથાઓને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ. જો કે એનસીઇઆરટીએ સ્પષ્ટ કર્યું છે કે આ સૂચનો પર હાલ ટિપ્પણી કરવી ઉતાવળ હશે અને આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સી. આઈ. ઈસાકની આગેવાની હેઠળની સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં પ્રાચીન ઈતિહાસને બદલે શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવા તેમજ તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. પેનલના અધ્યક્ષ સી.આઈ. ઇસાકે વધુમાં કહ્યું હતું કે  એનસીઇઆરટી દ્વારા ગઠિત સમિતિએ સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.