ભારતરત્ન ‘મિસાઈલમેન’ ડો.અબ્દુલ કલામને પૂણ્યતિથિએ શબ્દાંજલી

ડો.કેશવરાવ બલીરામ હેડગેવારે કહ્યું હતું કે, ” વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ” તે જ વાત ભારતરત્ન ” ડો.અબ્દુલ કલામનો એક સંદેશો ઈન્ટરનેટ ઉપર દેશના લોકોને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે મૂકવામાં આવ્યો હતો, એ સંદેશાને જબરજસ્ત લોકપ્રિયતા મળી છે.

શું આપની પાસે દેશ માટે દસ મિનિટ છે?

આવા એકદમ નિરાળા ઈ-મેઈલ સંદેશા વડે ડોકટર કલામે ઘરના એક મુખ્ય વ્યક્તિની હેસિયતથી દેશવાસીઓને એવો મીઠો ઠપકો આપ્યો છે કે, જે લોકો એવો સંદેશો વાંચે તેને પોતાની જાત ઉપર શરમ આવવા લાગે,   શ્રીમંત લોકો પોતાના કુતરાને લઈ રસ્તા પર ફરવા નીકળે છે અને જયાં ત્યાં ગંદકી કરીને પાછા પહોંચી  જાય છે અને ગંદકી માટે સત્તાવાળાઓનો દોષ કાઢે છે.

શું તેઓ એવી આશા રાખે છે કે, જયારે પણ તેઓ બહાર ફરવા નીકળે ત્યારે એક ઓફિસર તેમની પાછળ ઝાડુ લઈને ચાલે અને જયારે તેમનો કૂતરો સંડાસ કરે ત્યારે એક વાટકો તેની પાછળ લગાવે ? ” રાષ્ટ્રપતિએ એવા ઉદાહરણો આપ્યા છે કે, અમેરિકા અને જાપાનમાં કુતરાએ કરેલું સંડાસ કુતરાના માલિકે પોતે સાફ કરવું પડે છે. ત્યારબાદ આવી વ્યવસ્થા માટે ડોકટર કલામે જણાવ્યું છે કે, આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને ત્યાં આગળ આપણી તમામ જવાબદારીઓ ખાલી કરીને આવી જઈએ છીએ.

આપણે આરામથી બેસીને એમ વિચારીએ છીએ કે, હવે આપણા નખરાંઓને સહન કરી લેવામાં આવશે અને સરકાર અમારૂં તમામ કામ કરશે અને આપણે જમીન પર પડેલા કાગળોના ટૂકડાઓને કચરાપેટીમાં નાંખવાની તકલીફ પણ ઉઠાવતા નથી.  રેલ્વે આપણને સાફ સુથરા બાથરૂમ આપશે પરંતુ તેને વ્યવસ્થિત કેમ વાપરવા તે પણ આપણે શીખશુંનહિં ?  ડોકટર કલામે કહ્યું કે, હાલમાં આવા પ્રકારનું વલણ પ્રવર્તમાન છે.

આપણે ડ્રોઈંગરૂમમાં બેસીને ગળું ફાડી ફાડીને દહેજની વિરૂધ્ધ બૂમો પાડીએ છીએ પરંતુ આપણા પોતાના ઘરમાં તેનાથી વિપરીત કૃત્ય કરીએ છીએ અને બહાનું તો જુઓ, પુરી વ્યવસ્થા ખરાબ છે. જો હું મારા દીકરાના  લગ્નમાં દહેજ નહીં લઉ તો કયો મોટો ફરક પડવાનો છે ?

દેશના શ્રેષ્ઠ નાગરિક બનાવ માટેની શરૂઆત કરવા ડોકટર કલામે અપીલ કરતાં કહ્યું કે જો આ સંદેશમાં જે કાંઈપણ કહેવામાં આવ્યું છે તેની સાથે તમે સહમત છો તો તમે તમારા બીજા દસ સાથીઓને આવા કામમાં સામેલ કરો અને તેમને આ સંદેશો મોકલો.જો ભારતે ર0ર0માં વિકસિત થવું હશે તો તે કેવલ યુવાનોના ખભા પર બેસીને જ થઈ શકશે.

વિદ્યાર્થીઓ માટે છ સૂત્રી પ્રતિજ્ઞા

  • હું મારો અભ્યાસ નિષ્ઠાપૂર્વક કરીશ અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરીશ.
  • હું ઓછામાં ઓછાં પાંચ વૃક્ષો વાવીશ અને તેના વિકાસ માટે સતત દેખભાળ કરીશ.
  •  હું મારાં દુ:ખી ભાઈ-બહેનોનું દુ:ખ દૂર કરવા માટે સતત પ્રયાસ કરીશ.
  •  હું એક પ્રબૂદ્ઘ નાગરિક બનવાની દિશામાં પ્રયત્ન કરીશ અને મારા કુટુંબને સચ્ચાઈના માગર્ે લઈ જઈશ.
  • હું શારીરિક અને માનસિક વિકલાંગ વ્યકિતઓનો મિ ત્ર બનીશ અને તેમને સામાન્ય મનુષ્ય જેમ સહજ અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરીશ.
  •  હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રમાણિકતાથી પરિશ્રમ કરીશ.