Abtak Media Google News

ધારેશ્વર મહાદેવ નાના  મંદિરના રૂપમાં થઈ અને ધાર ઉપર હતુ માટે ધારેશ્વર મહાદેવ નામ રાખ્યું

હજારો લોકોનું આસ્થાનું પ્રતિક એટલે રાજકોટના ભક્તિનગર સર્કલમાં આવેલું વિશાલ અને દેદિત્યમાન ભગવાન ભોળાનાથ ધારેશ્ર્વર મહાદેવનું મંદિર, વહેલી  સવારથી બપોરનાં 12:00 કલાક સુધી શિવભકતો દાદાના મંદિરમાં આવી દર્શન કરીને આશિર્વાદ મેળવે છે. ત્યારબાદ સાંજનાં 4:00 કલાકથી રાત્રિનાં મોડે સુધી  મંદિર ભકતો માટે ખુલ્લું રહે છે. કોઇપણ ધાર્મિક સ્થાનકોમાં શ્રદ્ધા તેમજ વિશ્વાસનાં તાંતણે બંધાયને સેવક વર્ગ, ભકતજનો આવતાં હોય છે. આ સ્થાનકો બુદ્ધિની અને તર્કની એરણે ચઢાવવાનું ઠેકાણા નથી, કે કોઇ તાર્કિક દ્રષ્ટિથી મુલવવા યોગ્ય નથી.હાલ જયાં ભગવાન ધારેશ્વર મહાદેવનું ભવ્ય શિખરબદ્ધ મંદિર છે, તે વિસ્તાર શહેરથી ધણોજ દૂર હતો અને ગાઢ જંગલ જેવો વિસ્તાર હતો .

Advertisement

Screenshot 5 6

વળી થોડી ઊંચી ધાર પર પણ હતો. હાલ કેનાલ રોડ પર બંધ હાલતમાં જે કાપડ મિલ છે, તે મીલ ત્યાંથી દેખાતી એટલે કે વચ્ચે કોઇ મકાન કે માનવ વસ્તી ન હતી. સાવ નિર્જન સ્થળ હતું. આવી જગ્યા ઉપર આવી એક સંતે મુકામ કર્યો તે સંતનું નામ હતું  શંકરગીરીબાપુ . ભજની પુરૂષ અને તપસ્વી પુરુષનાં પાવન પગલાંથી આ જગ્યા પવિત્ર બની . પોતાની પાસે હનુમાનજી મહારાજની છબી હતી તે બાજુમાં રાખીને ભજન કરતાં હનુમાનજીનાં પરમ ઉપાસક હતાં. કાપડ મીલમાં કામ કરતાં બે ચાર મજુરભાઇઓએ આ સંતને જોયા અને દરરોજ બાપુ પાસે દર્શન કરવા આવવા લાગ્યાં.

‘સંત મીલનકુ જાઇએ તજ માન મોહ  અભિમાન જયું જયું પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન’દર શનિવારે ભજન થતાં :- બાપુ સવાર – સાંજ ભજન કીર્તન કરે અને આવેલાં ભકતોને પ્રેમથી આવકારો આપે. એક દિવસ એક ભકતે બાપુને કહયું ,   બાપુ આપ હનુમાનજીનો ફોટો રાખીને ભકિત તો કરો છો પણ અહીંયા મંદિર થાય તેવાં આશીર્વાદ આપો.   બાપુ આંખો બંધ કરીને બેસી ગયા .

Screenshot 1 15

થોડીવાર પછી આંખો ખોલી અને એક ભકતને બોલાવીને કહ્યું   અહિંયાથી બરોબર બાર ડગલા ચાલો પછી ત્યાં જમીનમાં ખાડો ખોદો   બાર ડગલાં સંતનાં કહેવા પ્રમાણે ચાલ્યાં પછી જમીનમાં ખોદાણકામ કર્યુ અને ભગવાન ભોળાનાથનાં શિવલીંગનાં દર્શન થયા . આજે જેને આપણે ધારેશ્વર મહાદેવનાં નામથી ઓળખીએ છીએ. ધાર ઉપર હતું માટે ધારેશ્વર મહાદેવ.આમ 1947 માં ધારેશ્વર મહાદેવની સ્થાપના એક નાનાં મંદિરના રૂપમાં થઈ. જંગલમાં મંગલ થયું અને ધારેશ્વર દાદાનું પ્રાગટય થયું . પણ નાનાં એવા મંદિરની  દિવાલ જેવી કડયિા લોકો ચણતર કરે તેવી પડી જતી, અથાગ મહેનત કરી પણ ચણેલીે મંદિરની દિવાલ પડી જ જતી. અત્યારે મુળ ધારેશ્વર દાદાના આ નાના મંદિરને જોઇએ છીએ કે જે દિવાલ વિનાનું છે .

ખુલ્લું જ છે. ત્યારબાદ આ નાના મંદિરની બરોબર પાછળના ભાગે એક ભવ્ય શિખરબદ્ધ મંદિર બનવાં પામ્યું . નાનાં એવા મુળ મંદિરની જયોત તેમાં પધરાવી અને પછી શિવલીંગનું સ્થાપન થયું . મંદિર બન્યા પહેલા ત્યાં માત્ર એક ઝુંપડીમાં બાપુ રહેતાં ભજન કરતા  હતા.

હાલ મંદિરમાં જુદા – જુદા દેવી – દેવતાઓની મૂર્તિઓ છે જેમકે , રાકૃષ્ણ, આશાપુરા , ગાયત્રી , ખોડીયાર , દતાત્રેય , સત્યનારાય ભગવાન, અન્નપૂર્ણા, અંબાજી  લક્ષ્મીજી તથા રામ પરિવાર.મંદિરમાં ધારેશ્વર મહાદેવની જગ્યાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રૂદ્રાયાગ સને 1962 માં ઊજવાયો. જેના મુળમાં હતાં પરમ પૂજયપાદ બ્રહ્મભૂત નાગાબાવા શંકરગિરીજી મહારાજના કઠોર તપ અને સાધના ! ભકિતનગર સોસાયટીએ ધારેશ્વર મંદિરને 169 ચોરસવાર જમીનનો પ્લોટ  અને  ગીતા મંદિરને 80 ફૂટનાં રસ્તા ઉપર 690 ચોરસ મીટરનો મુલ્યવાન  પ્લોટ  આપી બન્ને સંસ્થાઓનું માતૃપદ પ્રાપ્ત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.