Abtak Media Google News

ધર્મ-આદ્યાત્મિકતા પૌરાણિક કથા અને મનોરંજન મેળવવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ એટલે….ગામડાઓમાં રજૂ થતી ભવાઇ… જો કે  અત્યારે કાર્યક્રમે વિસરાતી રહેલી આ લોકકળાનો ભૂતકાળમાં આગવો પ્રભાવ હતો.

અસાઇન ઠાકર…ચુસ્ત બ્રાહ્મણ મોગલ સામ્રાજ્યના સમયમાં હેમામા પટેલની દિકરી ગંગા પર બાદશાહની નજર બગડી ત્યારે અસાઇન ઠાકરે દીકરી ગંગાને બચાવવા પોતાના ઘરમાં દીકરીની જેમ રાખી… પોતાની દીકરી જ છે એમ સાબિત કરવા એના હાથે રાંધેલી રસોઇ જમ્યા અને એ વખતના ચુસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા એમનો બહિષ્કાર થયો.

Bhavai 1માતાજીના પરમ ઉપાસક અસાઇન ઠાકરે ભવાઇના માધ્યમ દ્વારા સમાજને સાચી વાત સમજાવવા ૩૬૫ વેશ લપટયા અને ગામડે ગામડે ફરીને ભજવ્યા.

ઉત્તર ગુજરાતના પાંચોટ, ઉઝા, સિધ્ધપુર, પાટણ તેમજ સાબરકાંઠાના જાદર, ભદ્રેસર, મણિયાર, વીરપુર, બડોલી જેવાં ગામોનાં નાટક સમાજ દ્વારા ભજવાતા ભવાઇના વેશ ગુજરાતનું આગવું આકર્ષણ હતા.

Bhavaiગુજરાતના ગૌરવ સમા કલાકારો જયશંકર ‘સુંદરી’, પ્રાણસુખ નાયક, સુંદરલાલ નાયક, બાપુ લાલ ‘રમકડું’, ભગવાનદાસ નાયક, મિશનરામ જેવા સિધ્ધહસ્ત કલાકારોએ જીવનભર ભવાઇની લોકકળાને જીવંત રાખવાના અથાગ પ્રયત્નો કર્યા હતા.

અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કલાકાર મલ્લિકા સારાભાઇ પોતે ચીમનલાલ નાયક પાસેથી ભવાઇની કળા શીખ્યા અને પોતાની સંસ્થા દર્પણમાં ભવાઇકળાને સતત જીવંત રાખી રહ્યાં છે.

હાલમાં પિસરતી જતી ભવાઇ કળાને પુન: પ્રતિષ્ઠા અપાવવા અમદાવાદના નાટ્ય ફિલ્મ જગતના કલાકાર ભાવેશનાયક ભવાઇના ઇતિહાસ અને અસાઇન ઠાકરના જીવન પર રાષ્ટ્રીય સ્તરે અનોખો પ્રોગ્રામ તૈયાર કરી રહ્યાં છે.

નાટ્ય શાસ્ત્રના આગવા અંગ એવી ‘ભવાઇ કળા’ ગુજરાતનો અમૂલ્ય વારસો છે. એવું જતન કરવા આપણે સહુએ કટિબધ્ધ થવું જ રહ્યું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.