Abtak Media Google News

ધર્મેશ મહેતા, મહુવા:

દિનદહાડે હત્યા,ચોરી, લૂંટફાટના બનાવો રાજ્યમાં વધતાં જઈ રહ્યા હોય તેમ છાશવારે ઘટના બની રહી છે. ત્યારે આજરોજ ભાવનગર શહેરના દેવરાજનગર વિસ્તારમાં કોલેજીયન યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

ભાવનગરના દેવરાજનગર વિસ્તારમાં આવેલી કોલેજ નજીક યુવતી પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના બનવા પામી હતી. ઘટનાની વિગત મુજબ ખાનગી લેબોરેટરીમાં કામ કરતી યુવતી દેવરાજનગર વિસ્તારમાંથી પોતાના સ્કૂટર પર પસાર થઈ રહી હતી. આ દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ અજાણ્યા પ્રેમીએ તેને આંતરી છરીના ઘા ઝીંકી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

છરીના ઘાથી ઘાયલ યુવતી રસ્તા પર જ બેભાન થઈ ગઈ હતી. લોહીથી લથપથ હાલતમાં તેને તાકીદે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. સરાજાહેર છરી વડે થયેલા આ હુમલાને પગલે શહેરભરમાં ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.