ભાવનગર: ગારીયાધારમાં વ્યાજખોરની ગેરેજ સંચાલકને ધમકી, 10 ટકા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી

ભાવનગર જિલ્લાનાં ગારિયાધારનાં ગેરેજ સંચાલકને અવાર જવાર ઉઘરાણીના પ્રશ્ર્ને જાનથી મારી નાખવાની વ્યાજખોર ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી ગારીયાધારનાં ધણકુવા પ્લોટ વિસ્તારમાં રહેતો સહેજાદ ઉર્ફે શેજુ રહેજા સૈયદ નામના ગેરેજ સંચાલકે ગારીયાધાર ખાતે ખાંચીવાડમાં રહેતો શબ્બીર પીર રાઠોડ નામના શખ્સ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ગેરેજ સંચાલન સહેજાદ ઉર્ફે શેજુ સૈયદ નામના યુવકને પોતાના ધંધામાં આર્થિક જરૂરીયાત હોવાથી શબ્બીર રાઠોડ પાસેથી 50 હજાર 10 ટકા વ્યાજે લીધેલી તે રકમની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું જણાવ્યું હતુ પોલીસે શબ્બીર સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.