Abtak Media Google News

બંને કારખાનાના ડ્રોવર તોડી રોકડા રૂ.૩,૭૫,૦૦૦ મત્તાની ચોરી: સીસીટીવી આધારે તપાસ શરૂ

ભાવનગર શહેરમાં ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા બે કારખાનામાં ગઇ કાલે રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં બંને કારખાનાની ઓફિસના ડ્રોવર તોડી તેમાંથી રોકડા રૂ.૩,૭૫,૦૦૦ની મત્તાની ચોરી થયાની ઘટના બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાડ મેળવવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં ઇસ્કોન મેગાસિટી પ્લોટ વ્રજ ટાઉનશિપમાં રહેતા અને ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં પુષ્પમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ધરાવતા પિયુષભાઈ ભવાનભાઈ કંસારા નામના ૪૨ વર્ષીય કારખાનેદારે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૭મી જાન્યુઆરીના મોડી રાત્રીના પુષ્પમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં તાળા તૂટયા હોવાનુ કારખાનાના સિક્યુરિટી ગાર્ડ રામજીભાઈએ માલિક પિયુષભાઇ જણાવ્યું હતું. જેના પગલે કારખાનાના માલિકે તપાસ કરતા તેમની ઓફિસના ખાનામાં રહેલા રોકડા રૂ.૨,૬૫,૦૦૦ની મત્તાની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ બાજુમાં આવેલા વિશાલભાઈ જગદીશભાઈ દોશીના જય ખોડીયાર મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પણ તસ્કરોએ હાથફેરો કરી રૂ.૧,૧૦,૦૦૦ની ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બંને ઘટનાઓની નોંધ કરી સીસીટીવી ફૂટેજમાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.