Abtak Media Google News

જયારે માનવીને પ્રકૃતિની ગોદ અને નયનરમ્ય નજારો નિહાળવા મળે છે ત્યારે કોઇપણ વ્યક્તિ દુનિયાના તમામ દુ:ખો ભુલી માત્ર આનંદની અનુભુતિ કરતો હોય છે. આવી જ એક જગ્યાએ એટલે ભવનાથ મહાદેવનુ મંદિર અને ફરતે રમણીય હરિયાળી. રાજકોટના ભાયાવદર ગામે આવેલ ભવનાથ મહાદેવના મંદિરની ચારેબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

Advertisement

અહીં આવનાર વ્યક્તિના તન-મનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આ મંદિર ફરતેની સુંદરતા ભલભલાને વળગી રાખે છે. વર્ષો જુની જગ્યાએ નિર્મિત થયેલું ભવનાથ મહાદેવનુ મંદિર અનેક વિશેષતાઓ ધરાવે છે. મંદિરની બાજુમાં એક ધૂણો-ગુફા આવેલી છે. આ ગુફા પૂ. વશિષ્ઠનાથ બાપુએ ખાસ તપ માટે બનાવી છે. મહાદેવના મંદિરે સાધુની જીવતી તપસ્થા એટલે કે ધૂણો શ્રધ્ધાળુઓમાં આકર્ષણનુ કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં દર પૂર્ણિમાએ હજારો શિવભક્તો ઉમટે છે. અને ભવનાથ મહાદેવની સાથે પ્રકૃતિના અલૈક્કિ દર્શન કરી ધન્યતા અનુભવે છે. (અબતક ડ્રોન તસવીર)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.