Abtak Media Google News

છેલ્લા ૫૦ વર્ષથી ચાલતી પેઢીનું મીઠુ પાન ભારે લોકપ્રિય: સાદુ, ડિસ્કો, મસાલા અને ભુત સ્પેશિયલ  પાન જેવી વેરાયટી

ઘણા લોકો પાનના ખુબ જ શોખીન હોય છે. તેમજ પાન ખાવાથી સ્વસ્થતા અનુભવતા હોય છે. તેમાં પણ જામનગરમાં પાનના શોખીનોની પહેલી પસંદગી ભુત તાબુલ ગૃહ છે .

Vlcsnap 2018 06 12 09H00M11S31ત્યારે અબતક મીડિયાની ટીમે જામનગરના ભુત પાનની મુલાકાત લીધી હતી અને ત્યાં ઘણા પ્રકારના પાન મળે છે. તેમાં પણ તેઓનું મીઠું પાન ખુબ જ પ્રખ્યાત છે.

Vlcsnap 2018 06 12 09H00M16S88ભુત પાનના ઓનર પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અમારી ૫૦ વર્ષથી રજીસ્ટર કરેલી દુકાન છે અને અમે મસાલા પાન, ભુત પાન સ્પેશ્યલ, સાદુ પાન, ડિસ્કો, મસાલા તેમજ ભુત પાન સ્પેશ્યલ વધારે ફેમસ છે. અમે તેમાં ડ્રાયફ્રુટ, ગુલકંદ, કીસમીસ વગેરે નેચરલ વસ્તુઓ નાખીએ છીએ અને એક પાનની કિંમત ૨૫ રૂપિયા છે. અંદાજે અમે રોજના ૬૦ થી વધારે પાન વેંચીએ છીએ. અમે બધી નેચરલ વસ્તુ ઉમેરીએ છીએ અને તે દરેક વસ્તુ ઘરમાં જ બનાવીએ છીએ તેથી અમે ખુબ જ ફેમસ છીએ.

Vlcsnap 2018 06 12 09H00M35S16ગ્રાહક પ્રેમે જણાવ્યું કે, હું અહીં ચાર વર્ષથી પાન ખાવા આવું છું અને અહીં મીઠુ પાન, ડિસ્કો મલાસા વગેરે સારી બનાવે છે અને વેડિંગ પાન પણ મને ખુબ જ ભાવે છે. અહીં અન્ય દુકાન કરતા ટેસ્ટ અલગ આવે છે અને ખુબ જ નેચરલ પાન લાગે છે. ગ્રાહક ઈસ્માઈલે જણાવ્યું હતું કે, હું ભુત પાનમાં દસથી પંદર વર્ષથી આવું છું અને ભુત પાનની ખાસિયત મીઠું પાન છે.

Vlcsnap 2018 06 12 09H00M41S71 ભુત પાન જેવું પાન જામનગરમાં કોઈ જ દુકાનમાં મળતું નથી અને ખુબ જ સારો સ્વાદ હોય છે. તો જામનગરના ભુત પાન જેવું પાન કયાંય બીજે મળતું નથી તેથી આપ સૌ જામનગરમાં જાવ ત્યારે ભુત પાનની મુલાકાત લો અને મસ્ત મીઠા પાનનો સ્વાદ માણો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.