Abtak Media Google News

ચારિત્ર્ય પર શંકા કરી હુમલો કરતા પત્ની લોહી લુહાણ થતા સારવારમાં ખસેડાઇ

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી એક યુવતી, કે જેના પર તેણીના પતિએ ચારિત્ર્ય ની શંકા ના આધારે તાવીથા વડે જીવલેણ હુમલો કરી દેતાં તેણીને લોહી લૂહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે પતિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્કની પાછળ વૃંદાવન-1 એક માં શેરી નંબર -4 માં રહેતી જલ્પાબેન પ્રતિકભાઈ ચિતારા નામની 24 વર્ષની બાવાજી  પરિણીતા રવિવારે બપોરે તેણીના ઘેર હતી, દરમિયાન પતિ પ્રતીક જગદીશભાઈ ચીતારા કે જે પત્ની જલ્પાબેન પર ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી તાવીથા જેવા હથિયાર વડે જલ્પાબેનના માથા પર આડેધડ ત્રણ ઘા જીકી દેતાં તેણી લોહી લુહાણ થઈને ઘરમાં ઢળી પડી હતી. હુમલાખોર પતિ આ બનાવ પછી ત્યાંથી ભાગી છુટ્યો હતો. જલ્પાબેનને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, અને ત્યાં તેણીની સધન સારવાર ચાલી રહી છે.

જેના માથામાં અનેક ટાંકા લેવા પડ્યા છે. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને હુમલાખોર પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદી જલ્પાબેન પર તેણી નો પતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હતો, અને અન્ય પુરુષ સાથે સંબંધ છે તેમ જણાવી તેના મોબાઈલ માં વોટ્સએપ મેસેજ ચેક કરતાં અન્ય પુરુષ નો મેસેજ જોવા મળ્યો હતો, જેને લઈને આ હુમલો કર્યા નું પોલીસમાં જાહેર કરાયેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.