Abtak Media Google News
  • ચોટીલામાં કાકાનો ભત્રીજા પર પથ્થરમારો : યુવક ગંભીર

લોધીકા તાલુકાના હરીપર પાળ ગામે રહેતા દંપતિ વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડામાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને પાઇપ વડે માર માર્યો હતો આધેડને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધિકા તાલુકાના હરીપર પાળ ગામે રહેતા નાનજીભાઈ ઝીણાભાઈ બગડા નામના 48 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પત્ની ગીતાબેન સાથે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં ઉસકેરાયેલી પત્ની ગીતાબેન બગડાએ પતિ નાનજીભાઈ બગડાને માર માર્યો હતો. નાનજીભાઈ બગડાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ચોટીલા તાલુકાના ચિરોડા (ઠાંગા) ગામે રહેતા હકા જીવાભાઇ ઉતરાદી નામનો 32 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે તેના કાકા ધીરુભાઈએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ભત્રીજા હકા ઉતરાદી ઉપર પથ્થર માર્યો કર્યો હતો પથ્થરમારામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.