Abtak Media Google News

જામકંડોરણા ખાતે પ્રધાનમંત્રી મોદીને આવકારવા રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોમાં થનગનાટ

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે સેવા અને સમર્પણના પર્યાય એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.11/10ના રાજકોટ જિલ્લાના જામ કંડોરણા ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરવાના છે ત્યારે આ ભવ્યાતિભવ્ય આયોજનને સફળ બનાવવા રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના ચૂંટાયેલા પદાધિકારીઓ, આગેવાનો, સહકારી સંસ્થાના આગેવાનો, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ધ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે.ત્યારે ભારત માતાને પરમ વૈભવના ઉચ્ચ સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાક પરિશ્રમ કરતા ગુજરાતના સપુત એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્રને ચરિતાર્થ કરવા શરૂ કરેલ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રહિતના લીધેલા નિર્ણયો ધ્વારા દેશનો સર્વરાગિ વિકાસ થયો છે.

ત્યારે કાલે તા. 11/10ના મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૌરાષ્ટ્રના સૌથી મોટા કદાવર નેતા અને ખેડુતોના મસિહા  સ્વ. વિઠૃલભાઈ રાદડીયાની જન્મભુમિ અને કર્મભુમિ એવી જામકંડોરણા ખાતે જાહેરસભા યોજાનાર હોય આ જાહેરસભામાં  સમગ્ર રાજકોટ જિલ્લામાં અંદાજે ર લાખથી વધુ માનવમેદની ઉમટી પડશે.અને સમગ્ર રાજકોટ જિલ્લાના ગ્રામજનોમાં નરેન્દ્રભાઈ મોદીને ભવ્યાતિભવ્ય રીતે આવકારવા અનેરો થનગનાટ વ્યાપી ગયેલ છે. ત્યારે રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને જામકંડોરણા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભા ઉમટી પડવા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરએ જાહેર અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.