Abtak Media Google News

કાલે સવારે 6 થી બપોરે 3 વાગ્યા સુધી તમામ ભારે વાહનોએ ડાયવર્ટ કરાયેલા રૂટ પર વાહન ચલાવવાનું રહેશે: જિલ્લા કલેકટરનું જાહેરનામું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 11 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  આ કાર્યક્રમ દરમ્યાન જુનાગઢ-જામનગર આંતર જિલ્લા તરફ જતા સ્ટેટ નેશનલ હાઈવે રોડ ઉપર બહોળા પ્રમણમાં જનમેદની એકત્ર થવાની શકયતાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુએ માલવાહક વાહનો, મોટા વાહનો, કોમર્શીયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર બસો, એસ.ટી. બસ સિવાયના)ને રૂટ પ્રમાણે  ડાયવર્ટ કરવાના હુકમો જારી કર્યા છે. જુનાગઢથી કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ધોરાજી ચોકડીથી સુપેડી-ઝાંઝમેર-સોડવડર-જામટીમ્બડી-ચીત્રાવડ-જામદાદર ગામ થઇને જઇ શકશે. અને જામદાદર ગામથી કાલાવડ-જામનગર હાઈવે રોડથી કાલાવડ-જામનગર તરફ જવા માટે તેમજ જામનગર-કાલાવડથી ધોરાજી-જુનાગઢ તરફ જવા માટે જામદાદર ગામના પાટીયાથી જામદાદર ગામ-ચિત્રાવડ-જામટીમ્બડી-સોડવદર-ઝાંઝમેર-સુપેડી-ધોરાજી બાયપાસ થઈ ધોરાજી-જુનાગઢ રોડ તરફ ચલાવવાના રહેશે.

આ ઉપરાંત, ગોંડલથી કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામથી ગરનાળા ગામના પાટીયા (ગંગોત્રી પેટ્રોલપંપ)થી ગરનાળા ગામ અને ગરનાળા ગામથી બેટાવડ-ખડવંથલી-આંબરડી-તરકાસર ગામના પાટીયાથી માલજીભી પીપળીયા પાટીયુ-વાવડી-સાતોદરથી કાલાવડ-જામનગર હાઈવે રોડ બાજુ ચલાવવા તેમજ જામનગર-કાલાવડથી ગોંડલ જવા માટે સાતોદ-વાવડી-માલજીભી પીપળીયા પાટીયુ-તરકાસર ગામના પાટીયાથી આંબરડી-ખડવંથલી-બેટાવડ ગરનાળા ગામ-ગરનાળા પાટીયુ ગોંડલ રોડે થઈ ગોંડલ તરફ જવા માટે ચલાવવાના રહેશે.

આ હુકમો તા. 11/10/2022ના રોજ સવારે 06-00 કલાકથી બપોરે 15-00 કલાક સુધી અમલી રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.