Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી છેલ્લે સપ્ટેમ્બર-2018માં મહાત્મા ગાંધી મ્યુઝીયમના લોકાર્પણ માટે રાજકોટ પધાર્યા હતા: રોડ-શો તો છેલ્લે 2017માં આજી ડેમથી એરપોર્ટ સુધી કર્યો હતો

રાજકોટ શહેરમાંથી પોતાના જીવનની પ્રથમ ચુંટણી લડી રાજકીય કારકીર્દીનો આરંભ કરી આજે વૈશ્ર્વિક લીડર બની ગયેલા લોક લાડીલા નેતા, ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ આજ ફરી એક વાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓને આવકારવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન તરીકેના આઠ વર્ષના કાર્યકાળમાં આજે નરેન્દ્રભાઇ રાજકોટ ખાતે ત્રીજી વાર જાહેર સભાને સંબોધશે અને બીજીવાર વિશાળ રોડ-શો કરશે. વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયા બાદ ત્રણ વર્ષના અંતરાલ બાદ નરેન્દ્રભાઇ મોદી જુન-2017માં પ્રથમ વાર રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા.

તેઓએ આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાના મહત્વકાંક્ષી યોજનાનું લોકાર્પણ કરાયું હતું. આજી ડેમ ખાતે જ ચાલુ વરસાદે જંગી જાહેર સભાને સંબોધી હતી. આ વેળાએ રેસકોર્સ ખાતે જીલ્લા વહીવટી તંત્રના એક કાર્યક્રમમાં પણ તેઓ ઉ5સ્થિત રહ્યા હતા. અને સભા સંબોધી હતી. પી.એમ. 2017માં રાજકોટમાં પ્રથમવાર વિશાળ રોડ-શો કર્યા હતો. આજી ડેમથી એરપોર્ટ સુધી છ કી.મી.નો વિશાળ શો યોજાયો હતો. જેમાં મોટી મેદની ઉમટી પડી હતી. ત્યારબાદ 30મી સપ્ટેમ્બર 2018માં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરી રાજકોટના મહેમાન બન્યા હતા. તેઓએ ચૌધરી હાઇસ્કુલ ખાતે ડાયસ ફંકશનમાં આલ્ફેડ હાઇસ્કુલ ખાતે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આંતર રાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુ હતું. જાહેરસભાને પણ સંબોધી હતી. 2018 બાદ વડાપ્રધાને કયારેય રાજકોટમાં જાહેરસભા કે રોડ-શો કર્યા નથી. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાની મુલાકાત દરમિયાન તેઓએ ટ્રાન્ઝીટ વિઝીટ દરમિયાન અનેકવાર રાજકોટની ટુંકી મુલાકાત લીધી છે.

આજે ચાર વર્ષ બાદ રાજકોટ જાહેર સભા અને રોડ-શો માટે આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાત કલાકમાં અલગ અલગ ત્રણ વાર પી.એમ. રાજકોટ એરપોટર્ર્ પર આવશે બપોરે 2.30 કલાકે પી.એમ. રાજકોટ એરપોર્ટ આવી હેલીકોપ્ટર મારફત જુનાગઢ જશે ત્યાંથી સાંજે પ વાગ્યે ફરી રાજકોટ એરપોર્ટ પર આવશે અને રાત્રે ફરી એરપોર્ટ પર આવી અમદાવાદ જવા રવાના થશે આજે રાત્રી રોકાણ વડાપ્રધાન રાજભવન ખાતે કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.