Abtak Media Google News

કપરાડાના નાના પોંઢામાં નરેન્દ્ર મોદીની પહેલી ચૂંટણી સભા

નરેન્દ્ર કરતા ભુપેન્દ્રના રેકોર્ડ મોટા હોય તેના માટે કામ કર્યું છે ભાજપ સતત નવા લોકોને આગળ કરે છે : નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રવિવારે  કપરાડા નજીક નાનાપોંઢા ખાતે જાહેરસભા  અને ભાવનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે સર્વજ્ઞાતિ સમુહ લગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત  રહ્યા હતા.પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, લોકતંત્રના ઉત્સવનું બ્યુગલ વાગ્યું છે. ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પ્રચારનો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઇ-બહેનો વચ્ચે રાખ્યો છે તેનો મને ખૂબ જ આંનદ છે. મારા માટે અ ફોર એટલે આદિવાસી.. એટલે મારા માટે સૌભાગ્યની વાત પણ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ.

Img 20221106 Wa0122

તેઓ વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં જે વાવળ આવે તે એ જ આવે છે કે ગુજરાતના લોકોએ ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી દીધું છે. ગુજરાત ફરી ભાજપ સરકાર બનાવશે તેની સાથે જૂના તમામ રેકોર્ડ તોડવાનુ પણ મન બનાવી દીધું છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે એટલો સમય હું આપીશ. આ વખતની ચૂંટણીમાં હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું.

નરેન્દ્ર કરતાં ભુપેન્દ્રના રેકોર્ડ મોટા હોય તેના માટે કામ કરવું છે. ભારતીય જનતા પાર્ટી સતત નવા લોકોને આગળ કરતી રહી છે. આ વખતે પણ ગુજરાતની અંદર જનતા જનાર્દન  ભાજપ નો વિજય વાવટો લહેરાવશે. આ વખતની ચૂંટણી ન તો ભુપેન્દ્ર, ન તો નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના ભાઇ-બહેનો લડે છે.

Whatsapp Image 2022 11 06 At 5.43.25 Pm

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, મારુ સૌભાગ્ય છે કે ગુજરાતની મારી પહેલી ચૂંટણી સભા આદિવાસી વિસ્તારથી શરૂ થઇ. ગુજરાતના લોકો પાસે ખભેથી ખભો મિલાવી સંપુર્ણ ગુજરાતનો વિકાસ,આપણા સમાજનો વિકાસ કરવાનો અવસર છે. ભાજપ રાષ્ટ્રના વિકાસ માટે જ ગુજરાતના વિકાસની ભાવના લઇ કામ કરે છે. મને દિલ્હીની જવાબદારી આપી પછી ગુજરાતમાં ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ સહિતના લોકોએ વિકાસની યાત્રા આગળ વઘારી રહ્યા છે. બે દાયકા પહેલા ગુજરાતમાં નિરાશાનું વાતાવરણ હતું. ભુંકપ પછી લોકો માનતા કે ગુજરાત મોતની ચાદર ઓઢી લીધી, વારંવાર હુલડ થતા અને નિર્દોષ લોકોના મોત થતા તેવા દિવસો હતા આ બધા પડકારોને ઝીલી ગુજરાતીઓએ ભેગા થઇ દુનિયામાં ડંકો વગાડયો છે.

આજે પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી એક નાદ નિકળે છે કે…આ ગુજરાત મે બનાવ્યું છે. 20-25 વર્ષ પહેલા આપણી દિકરીઓના ભણતરનો રેસિયો ખૂબ ઓછો હતો અને આજે પરિસ્થિતિ જુઓ આપણી દિકરીઓ ભણીને આપણુ નામ આગળ વઘારી રહી છે. ઉમરગામથી અંબાજીમાં વિજ્ઞાન પ્રવાહની નિશાળ ન હતી અને આજે કોલેજ,આઇ.ટી.આઇ,ગોવિંદ ગુર અને ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટીઓ છે. એક સમય હતો કે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ ન હતી આજે આદિવાસી હોસ્પિટલ અને મેડિકલ કોલેજો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ,વન બંધુઓ સહિત તમામ વર્ગના લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જ સાબિત કરે છે કે  નરેન્દ્રભાઇ મોદી  અને ભાજપ પર અટૂત વિશ્વાસ છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પાછલા બે દાયકામાં આદિવાસી સમાજના વિકાસની દિશા ગુજરાતને મળી છે. વિકાસ શું હોય અને વિકાસ કેવો હોઇ શકે તે સૌને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  બતાવ્યું છે. વિકાસની રાજનીતીનો દાખલો ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારે બેસાડયો છે.

Whatsapp Image 2022 11 06 At 5.43.25 Pm 1

ભુપેન્દ્રભાઇ પટેલ  આદિવાસી સમાજની દિકરીને અભ્યાસની સુવિધા મળે  તે માટે આદર્શ નિવાસી શાળાઓ, એક લવ્ય મોડલ રેસિડન્સ સ્કુલ થકી મફત શિક્ષણની સુવીધા આપીએ છીએ. વન બંધુઓને તેમના ઘર આંગણે જ આજે સારી હોસ્પિટલની સુવિઘાઓ પણ આપી છે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં 14 જિલ્લામાં 15 હજાર ચેકડેમ,ચાર હજાર તળાવ ઊંડા કરવા અને હાઇલેવલ કેનલના વિકાસના વ્યાપક કામો ભાજપની સરકારે કર્યા છે. રાજય સરકારે અદ્યતન ટેકનોલોજી સાથે સિંચાઇની યોજનાઓ લાવી ખેડૂતોને સિંચાઇનું પુરતુ પાણી પહોંચાડ્યુ છે.

  • દીકરીઓના આશિર્વાદથી જીવનમાં કોઇ મોટું પુણ્ય જ નથી: મોદી
  • વડાપ્રધાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલના કર્યા વખાણ

Img 20221106 Wa0170

ભાવનગર ખાતે મારૂતિ  ઇમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિય 551 દિકરીઓ ના ભવ્ય લગ્નોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 551 દિકરીઓને આશિર્વાદ આપતા સંબોધનમાં જણાવ્યું કે, આ પવિત્ર પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. લખાણી પરિવારના કોઇ દિકરા-દિકરીના લગ્ન આટલા ભવ્ય નહી થયા હોય. સમાજ માટેની ભક્તિ અને ભક્તિનો ભાવ ન હોય તો આટલો ભવ્ય કાર્યક્રમ શક્ય નથી. આજનો આ ભવ્ય પ્રસંગ ગુજરાતના બાકી લોકો માટે પ્રેરણા સમાન રહેશે. પહેલા લોકો જ્ઞાતિમાં રૂઆબ દેખાડવા દેવુ કરીને પણ ભવ્ય લગ્ન કરતા પરંતુ હવે સમુહ લગ્ન ને લોકો સ્વિકારતા થયા છે. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેતો ત્યારે સલાહ આપતો અને આજે પણ આપુ છું કે સમુહ લગ્ન થયા પછી ઘરે જઇ બીજો કોઇ પ્રસંગ ન કરતા.

બચાવેલા રૂપિયા તમને અને તમારા સંતાનોને કામ લાગશે.  લખાણી પરિવારે એવી દિકરીઓની ચિંતા કરી જેમને પિતા ગુમાવ્યા છે અને આવી દિકરીઓના લગ્ન કરાવી આ દિકરીઓ સાથે લખાણી પરિવાર કામય માટે જોડાઇ ગયું છે. આપણા ગુજરાતની વિશિષ્ટતા રહી છે કે સમાજ માટે કંઇને કઇ કરવું. બધી દિકરીઓ જેમના લગ્ન થયા હોય તેઓ સંકલ્પ કરે કે તમારા પરિવારમાં કોઇ અશિક્ષિત ન રહે અને ખાસ કરીને કોઇ દિકરી.  સી.આર.પાટીલે ગુજરાતમાં એક બીડુ ઉઠાવ્યું છે કે ગુજરાતમાં કોઇ બાળક કુપોષીત ન રહે. તેમને કુપોષિત બાળકોને દત્તક લેવાનો આગ્રહ કર્યો. મને આનંદ છે કે રાજકીય પક્ષના કાર્યકરો કુપોષણ સામે લડાઇ ચલાવી અને લોકો કુપોષણ બાળકોને દત્તક લેવા આગળ આવ્યા અને યોજના પુર્વક બાળકોને સુપોષિત કરવાનું કામ ચાલી રહ્યુ છે.

કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાના કામના વખાણ કરતા જણાવ્યું કે, વૈશ્વીક મહામારી હોય ત્યારે આરોગ્ય વિભાગ સંભાળવું તે કપરા કાળ જેવુ છે. આરોગ્ય વિભાગે દર્દીઓને ટીબીમાંથી મુક્ત કરવાનું અભિયાન ચલાવ્યું. આજે ટીબીના દર્દીઓ કરતા દર્દીઓને દત્તક લેનાર દાતાઓની સંખ્યા વધી છે અને ટીબી મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, જૂના રમકડા હોય તે ગરિબ બાળકોને આપવા આહવાન કર્યુ હતુ ત્યારે ભાવનગરના લોકો ગરિબ બાળકોને રમકડા આપવા ટેમ્પો લઇને નિકળ્યા હતા આ કાર્યથી સમાજીક સંતુલન લાવવાનો  પ્રયાસ હતો. જે શક્તિ ઇશ્વરમાં છે તે જ શક્તિ સમાજમાં જ છે. સમાજમા વિજળી બચાવો,પાણી બચાવવા જાગૃતતા લાવવાની છે. આજનો આ કાર્યક્રમ લગ્નોત્સવ નહી પુણ્યોત્સવ છે. આ દિકરીઓના આશિર્વાદથી મોટુ પુણ્ય જીવનમાં ન હોય. મને દિકરીઓ, માતા,બહેનોના આશિર્વાદ મળતા રહ્યા છે અને આ જ મારી તાકાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.