Abtak Media Google News

૫૭ પેટી દારૂ સાથે કુલ ૫,૭૭,000ના મુદ્દામાલ કબ્જે, એકની અટકાયત

Advertisement

વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ગુજરાતમાં ચુંટણીની તૈયારીઓએ જોર પકડ્યું છે તમામ પક્ષોમાં ખુબજ દોડધામ મચી ગયી છે ત્યારે સરકાર દ્વારા ચુંટણી સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારના સઘન ચેકિંગ  પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, વિધાનસભા ચૂંટણી ટાણે ગાંધીના ગુજરાતમાં રાજસ્થાનથી પ્રવેશી રહેલ દારૂનો જથ્થો પકડવા પોલીસ સક્રિય સતત વોચ રાખી રહી છે.

ત્યારે વિધાનસભા ચૂંટણી ટાણે સાબરકાંઠા જિલ્લામાં  એલ.સી.બી દ્વારા ભારતીય બનાવટી અંગ્રેજી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.સાબરકાંઠામાં  બાતમીના આધારે જીલ્લા એલ.સી.બી ટીમે ઈડર ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલ રાણી તળાવ પાસેથી લાખોની કિમતનો  દારુ ઝડપી પડ્યો  છે.

આઈસ્ક્રીમની ગાડીમાં ગેરકાયદેસર રીતે લવાતો લાખોનો અંગ્રેજી દારૂનો જથ્થો પોલિસે ઝડપી પાડયો

આઈસ્ક્રીમની ગાડીમાં ગેરકાયદેસર રીતે લવાતો લાખોનો અંગ્રેજી દારૂનો જથ્થો પોલિસે ઝડપી પાડયો છે જેમાં .૫૭ જેટલી ભારતીય બનાવટી અંગ્રેજી દારૂની પેટી કુલ કિંમત. ૧.૭૨.૫૬૦ મળી  કુલ મુદ્દામાલ કિંમત ૫.૭૭.૫૬૦ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.