બીગ-બીનું ‘રાની’ને બીગ હગ!!

big-b | rani mukhaji | bollywood | entertainment
big-b | rani mukhaji | bollywood | entertainment

મુખર્જીની આગામી ફિલ્મ ‘હીચકી’ના સેટ પર દેખાયો ‘બાબુલ’નો નઝારો; પિતા-પુત્રીની જેમ ભેટી પડયા

બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને રાની મુખરર્જીએ ઓન સ્ક્રીન ઘણા અલગ અલગ પ્રકારના પાત્રો ભજવ્યા છે. બ્લેક ફિલ્મમાં તેમની વચ્ચે એક ટીચર અને વિદ્યાર્થીની મિત્રતા જોવા મળી હતી. બાબુલમાં બંનેએ પિતા પુત્રીનો સંબંધ નિભાવ્યો હતો જયારે ‘કભી ખુશી કભી ગમ’માં એકબીજાની વચ્ચે એવી મિત્રતા જોવા મળી હતી કે જે કોઈ પણ કો-સ્ટારથી વધુ મજેદાર હતી ‘હીચકી’ના સેટ પર આ બંનેનો સંબંધ ફરી ઝળહળી ઉઠ્યો હતો ‘હીચકી’ના સેટ પર બીગ બી એ રાનીને બીગ હગ કરી લીધું હતુ. જણાવી દઈએ કે, રાની મુખર્જીએ માતા બન્યા બાદ ફરીથી એકટર તરીકેની તેની યાત્રા શ‚ કરી દીધી છે. મુંબઈ સ્ટુડીઓમાં ડાયરેકટર ઈમ્તીયાઝ અલી સાથે એક એડવર્ટાઈઝમેન્ટ શુટ કરી રહેલા બીગ બીની નજર અચાનક રાની ઉપર પડી હતી અને તેઓ અંચલિત પણે એકબીજાને ભેટી પડયા હતા રાનીની આગામી ફિલ્મ હીચકી આવનાર છે. જેના શુટીંગમાં તેણી વ્યસ્ત છે.

બીગ બી અને રાનીનું બીગ હગ જોતા લાગે છે કે, જાણે પિતાએ તેની ઢીંગલીને બાથ ભરી હોય આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો છે. બીગ બીએ રાનીને આવનારી ફિલ્મ ‘હીચકી’માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અમિતાભ અને રાનીની આ હગીંગ ફોટો ખૂબજ એડોરેબલ લાગી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, રાની ‘હીચકી’ ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત છે. જયારે બીગ બી, અક્ષયકુમાર, સોનમકપુર અને રાધિકા આપ્ટેની ફિલ્મ પૈડમૈનની શુટીંગ કરવામાં વ્યસ્ત છે. બીગ બી આ ફિલ્મ ગેસ્ટ એપિયરન્સ આપશે. ગેસ્ટ એપિયરન્સ આપશે.