રીશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ…

અમિતાભ બચ્ચન જ આગામી કે.બી.સી.નું સંચાલન કરવાના છે. છેલ્લા ૧પ વર્ષથી કે.બી.સી. એટલે કે કૌન બનેગા કરોડપતિને અમિતાભ જ હોસ્ટ કરતા આવ્યા છે. કે.બી.સી.એ લોકો પર રીતસર જાદુ કર્યો છે. અમિતાભ વગર કે.બી.સી. ની કલ્પના પણ ન થઇ શકે.

આ સિવાય, શાહરુખ ખાને કૌન બનેગા કરોડપતિ શોને હોસ્ટ કરવાનુ: દુ:સાહસ કર્યુ હતું પરંતુ ફલોપ રહ્યો હતો. તેણે કયા આપ પાંચવી પાસ સે તેજ હૈ ? ગેમ શો હોસ્ટ કર્યો હતો પરંતુ તેને પણ ખાસ દર્શકો મળ્યા ન હતા. અમિતાભ બચ્ચન ઓગસ્ટમાં ૧૭ દિવસમાં કે.બી.સી.ના ૩૦ એપિસોડનું શુટીંગ કરશે. સોની ટીવી પર કે.બી.સી. રીલીઝ થશે. આ શો કયારે ઓન એર થશે તેની ચોકકસ તારીખ હજુ નકકી થઇ નથી. બાય ધ વે, આગામી કૌન બનેગા કરોડપતિને રણબીર કપુર, ઐશ્વર્યા રાય અથવા માધુરી દિક્ષિત હોસ્ટ કરવાની છે. તેવી ચર્ચા ચગી હતી જેના પર વે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.