Abtak Media Google News

કલર્સ પર બહુપ્રચલિત ટીવી શો બીગ બોસની ચાહકો કાગડોળે વાંટ જોતા હોય છે. આ શોની શાન સલમાન બ્લેકબક કેસમાં ફંસાતા, નિર્માતાઓ અને ચાહકોના શ્ર્વાસ અઘ્ધર થઈ ગયા હતા પરંતુ જામીન મળ્યા બાદ હાશકારો થયો છે. બીગ બોસ ૧૨માં સલમાન સાથે કેટરીના કૈફ પણ સંચાલન કરશે. એટલે આવનારી સીઝન ખુબ જ રસપ્રદ રહેશે. કેટરીનાએ તેના વ્યસત ટાઈમટેબલમાંથી બીગ બોસ માટે સમય કાઢી જ લીધો છે માટે સલમાન સાથે કેટરીના કો.હોસ્ટ તરીકે દેખાઈ શકે છે. કારણકે કેટરીના એક જ એવી અભિનેત્રી છે કે સ્ક્રીન પર પણ સલમાનની મજાક ઉડાવી શકે છે. આમ પણ બન્નેની કેમિસ્ટ્રી એટલી મળે છે જે તેના પર્ફોમન્સ સ્વેગ સે સ્વાગત ગીતમાં નજરે પડે છે. સલમાન અને કેટરીનાએ યુવરાજ, મેને પ્યાર કયુ કીયા, પાર્ટનર, એક થા ટાઈગર જેવી ઘણી બ્લોક બસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હાલ તો કેટરીના ,શાહરૂખ ખાન અને અનુષ્કાની આનંદ રાયની ફિલ્મ ‘ઝીરો’માં વ્યસ્ત છે તો સલમાન અબ્બાસ ઝાફરની ભારત ઈન લંડનમાં વ્યસ્ત છે જે આગામી ફિલ્મ રેસ-થ્રીમાં પણ દેખાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.