Abtak Media Google News

વિદ્યા બાલનની આગામી ફિલ્મ ‘બેગમ જાન’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. શ્રીજીત મુખર્જી નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર જોતા ફિલ્મમાં વિદ્યા બોલ્ડ અને આક્રમક રોલમાં જોવા મળશે.

ફિલ્મ વર્ષ 1947ના સમયગાળા પર આધારિત છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ એક પેલેસ ખાલી કરાવવાની વાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ પેલેસમાં વિદ્યા વેશ્યાલય ચલાવતી હોય છે. તેમાં પણ બીજી રોચક વાત એ છે કે, ટ્રેલરમાં ચંકી પાંડે ઓળખી ના શકાય એવા લુકમાં જોવા મળ્યો છે.

વિદ્યા સિવાય આ ફિલ્મમાં ગૌહર ખાન, ચંકી પાંડે, આશિષ વિદ્યાર્થી, રજીત કપૂર, નસીરુદ્દીન શાહ, પલ્લવી શારદા અને મિષ્ટી ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શ્રીજીતે આ ફિલ્મ પોતાની જ બંગાળી ફિલ્મ ‘રાજકાહિની’નું હિન્દી વર્ઝન બનાવ્યું છે. આ ફિલ્મ 14 એપ્રિલના રોજ રીલિઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.