Abtak Media Google News

જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી.ચોરીના બનાવને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.આ દરમ્યાન LCBની ટીમે શહેરના સીટી-સી અને સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી સાત અને રાજકોટમાં થયેલી 16 સહીત 23 ઘરફોડ ચોરીમાં જામનગરના બે શખ્સોને રૂપિયા 9.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા ઘણા સમય થી વધતા જતા ઘરફોડ ચોરીના બનાવો પોલીસ માટે ચેલેન્જ રૂપ બની ગયા હતા. આ ઘટનાને લઈને LCBની ટીમે તપાસ શરૂ કરી હતી તપાસ દરમ્યાન ખોડીયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી અર્જુન રાહુલ ભાટ બંજારા, બાદલ રાહુલ ભાટ બંજારા નામના બે ભાઈઓને આંતરી લીધા હતા.

LCBની ટીમે બંને ભાઈઓ પાસેથી રૂ. 5.33 લાખની કિમતની 204 ગ્રામની સોનાની 19 નંગ બંગડી,રૂ. 2,20,300 ની કિમતના 4 કિલો 980 ગ્રામ ચાંદીના દાગીના, 82 હજારની રોકડ તથા 25 હજારની કિમતનું જીજે10સીએસ2130 નંબરનું ચોરાઉ બાઈક તથા વાહનો અને ઘરની 10 નંગ ચાવીઓ, 25 હાજરની કિમતના પાંચ નંગ મોબાઇલ તથા 10,500ની કિમતની 21 નંગ ઘડિયાળ તેમજ એક 25 હજારની કિમતનું બાઈક અને નેપાળ, અમેરિકા તથા ઇંગ્લેન્ડની ચલણી 19 નોટો સહીત કુલ રૂપિયા 9.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. બંને તસ્કરોની પુછપરછમાં જામનગર શહેરમાં સીટી-સી અને સીટી-બી ડીવીઝનમાં થયેલી સાત ચોરી તથા છ માસ દરમ્યાન રાજકોટમાંથી 16 ઘરફોડ ચોરી મળી કુલ 23 ચોરી આચર્યાની કેફિયત આપી હતી જેના આધારે LCBએ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.