Abtak Media Google News

અશોક થાનકી

મોદી સરકાર બે જ મુદાના કાર્યક્રમ ઉપર સતત આગળ વધી રહી છે. એક તો મોદી મંત્ર-1 એટલે કે અર્થતંત્રનો વિકાસ અને બીજો મોદી મંત્ર-2 એટલે કે આતંકવાદનો સફાયો. બન્ને મંત્ર હાલ સફળતાની દિશામાં છે. ત્યારે મોદી-૨ના પગલે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ ઓપરેશન સફળ થયું છે.

ઓખા દરિયામાંથી ATSએ 10 પાકિસ્તાની સાથે 300 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો ગુજરાત ATSએ ઝડપ્યો છે. ભારતીય જળ સીમા માંથી હથિયાર, ગોળા બારૂદ, સહિત ડ્રગ્સ નો જથો ઝડપાયો છે. અલ સોહિલ નામની પાકિસ્તાની બોટ માંથી હથિયાર ,દારૂ ગોળા સહિત 40 કિલો જેટલું 300 કરોડ ની કિંમત નું ડ્રગ્સ ઝડપાયું છે.

ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ.એ સયુંકત ઓપરેશન માં 10 કૃ મેમ્બર સહિત હથિયાર તેમજ ડ્રગ્સ ના મોટા જથા સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. પકડાયેલ બોટ તેમજ 10 જેટલા પાકિસ્તાનીઓને ઓખા બંદર લાવી વધુ તપાસ હાથ ધરાશે. ડ્રગ્સ, હથિયાર અને ગોળા બારુદ સાથ ઝડપાયેલ તમામ પાકિસ્તાનીઓની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ઓખા કોસ્ટગાર્ડ ખાતે સઘન પૂછપુરછ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.