Abtak Media Google News

મોરબી શહેરના વીસ્તપરા વિસ્તારમાં ભાણેજના લગ્ન પ્રસંગમાં આવેલા મામા-મામા વચ્ચે મુરઘી-મચ્છના વેંચાણ બાબતે ચાલતા મનદુ:ખમાં યુવાન પર ભાઇ અને પિતાએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

Advertisement

વધુ વિગત મુજબ મુળ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામનો અને હાલ મોરબી મહેન્દ્રપરામાં રહેતો શરીફભાઇ હારૂનભાઇ કટીયાએ પોતાનો ભાઇ શબ્બીર હારૂન કટીયા અને પિતા હારૂન હુસેન કટીયાએ નજીવી બાબતે છરી વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાશમાં શરીફ કટીયા હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મુરઘી-મચ્છીની કેબીનની બાજુમાં તેના ભાઇ અને પિતાની કેબીન આવેલી હોવાથી તે બાબતે થોડા સમય પહેલા બોલાચાલી થયેલ હતું. શરીફ કટીયા પોતાના ભાણેજના લગ્નમાં ગયા હતા ત્યાં તેના ભાઇ-પિતા પણ આવેલા જ્યાં બંને વચ્ચે થયેલી બોલચાલીમાં ઉશ્કેરેલા પિતા અને ભાઇએ યુવક પર હુમલો કર્યાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.