Abtak Media Google News

કિલન રાજકોટ-ગ્રીન રાજકોટના ઉદેશ્ય સાથે

રોટરી ગ્રેટર ભવનથી યાજ્ઞીક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, અમીનમાર્ગ રેલી નિકળશે

રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર આરોગ્ય , શિક્ષણ રોજગાર અને પર્યાવરણ ના ક્ષેત્રે સમાજના જરુરીયાત મંદ લોકોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે . રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આગામી 17 સપ્ટેમ્બર ના સાંજે 6-0 વાગ્યે રોટરી ગ્રેટર ભવન , રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ -2 ખાતેથી ક્લીન રાજકોટ- ગ્રીન રાજકોટ ના બનતા સુધારા ઉમદા હેતુથી એક ભવ્ય બાઈક અને સ્કુટર રેલી નું આયોજન કરવામાં આવ્યું છે .  અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા પરીક્ષીત પુજારા જણાવ્યું હતુ

Vlcsnap 2022 09 16 13H07M21S799

જે રેલી રોટરી ગ્રેટર ભવનથી શરૂ થશે ત્યાર બાદ યાજ્ઞિક રોડ , જિલ્લા પંચાયત ચોક , કીસાનપરા ચોક , કાલાવડ રોડ , અમીન માર્ગ એસ્ટ્રોન ચોક થઈ ને રોટરી ગ્રેટર ભવન ખાતે પુર્ણ થશે . આ રેલીમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના મેમ્બર્સ , રોટરેકટર કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના મેમ્બર્સ , આરસીસી મેમ્બર્સ તથા ઈન્ટરેકટ કલબસ ના મેમ્બર્સ કલીન રાજકોટ – ગ્રીન રાજકોટ અંતર્ગત વિવિધ લોક જાગૃતિના સ્લોગન્સ સાથે ના બેનર્સ સાથે ઉત્સાહ પૂર્વક ભાગ લેશે . કલીન રાજકોટ – ગ્રીન રાજકોટ અંતર્ગત રાજકોટ શહેરના મુખ્ય માર્ગો ને સ્વચ્છ અને સુઘડ કરવા માટે લોક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે . રોટરેકટર્સ , ઈન્ટરેકટર્સ અને આરસીસી મેમ્બર્સ ની ટીમ સાથે રાખીને લોકો ને જાહેર માર્ગો પર પીચકારી ન મારવા , કચરો , પ્લાસ્ટિક વેસ્ટ કે ગંદકી ન કરવા સમજાવવામાં આવશે.જરુરી માર્ગો ની સફાઈ કરવામાં આવશે.શહેરમાં વૃક્ષારોપણ કરી શહેર ને સુંદર અને રમણીય બનાવવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવશે . સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ રો . કુનાલ મહેતા , સેક્રેટરી રો . અપુર્વ મોદી સહિત રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના મેમ્બર્સ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.