Abtak Media Google News

સુરેન્દ્રનગર સમાચાર

આજે સુરેન્દ્રનગરમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. તેમના કાફલા સાથે પસાર થઈ રહેલી પોલીસની પાયલોટિંગ કાર સાથે બાઈક ચાલક અથડાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઈજા પહોંચી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર્વ  CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.

ફારૂક ચૌહાણ

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.