Abtak Media Google News

અબતક

સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 43 દિવસમાં નાના-મોટા અને ગંભીર અકસ્માતોના 26 જેટલા બનાવોમાં 22 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 44 થી વધુ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડયા છે. જિલ્લામાં દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીઓ થાય છે અને આ ઉજવણી પાછળ લાખો રૂપિયાનું આંધણ થવા છતાં ગંભીર અકસ્માતો અટકતા નથી કે સાવચેતીપુર્વક વાહન ચલાવવાની લોકોમાં જાગૃતિ આવતી નથી.

ઝાલાવાડમાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતુ જોવા મળે છે. જિલ્લામાં છેલ્લા 43 દિવસમાં ગંભીર અકસ્માતોના 26 બનાવોમાં 22 માનવ જીંદગી મોતને ભેટી છે 2021ના ડિસેમ્બર મહીનામાં 16 જેટલા અકસ્માતો થયા હતા તો 2022ની નવા વર્ષની શરૂઆત સાથે અકસ્માતનો સિલસિલો જારી રહેતા જાન્યુઆરીના પ્રથમ 12 દિવસમાં 10 અકસ્માતો થયા હતા જિલ્લામાં 43 દિવસમાં અકસ્માતોથી 22 લોકોના મોત સાથે 44 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

ધૂમ સ્ટાઇલમાં ચલાવતા વાહન ચાલકો ઉપર લગામ તેમજ શહેરના 80 ફૂટ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા જરૂરી

શહેરના 80 ફુટ રોડ ઉપર વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી આ રોડ અકસ્માત ઝોન બનતો જાય છે. આ રોડ ઉપર અનેક  શાળા-હાઈસ્કુલો આવેલી છે, અનેક રહેણાંક સોસાયટી વિસ્તારો આવેલા છે આ રોડ ઉપરથી ટ્રક અને ડમ્પરો પુર ઝડપે નીકળતા હોય છે, બાઈક ચાલકો પણ ધુમ સ્ટાઈલે નીકળે છે ટ્રક-ડમ્પર ચાલકો દ્વારા નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તાજેતરમાં જ પાટીદાર આગેવાનનું અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. આ રોડ ઉપર ગતિ મર્યાદા માટે ફરી સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.