Abtak Media Google News

સુરન્દ્રનગર જિલ્લાના ફૂલગ્રામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે લીમડીથી લગ્ન પૂર્ણ કરી અને થાનગઢ પરત ફરતા હતા તે દરમિયાન લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાંયો છે અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત નીપજ્યા છે બંને દંપતિ હોવાનું જાણવા મળી રહ્યું છે કે ઓવરલોડ ભરેલું ડમ્પર બેફામ સ્પીડે આવી રહ્યું હતું ત્યારે સામે આવતી ક્રેટા કાર સાથે આ ડમ્પર અથડાયું હતું.

લીંબડી, લગ્ન પ્રસંગ પતાવી પરિવાર કારમાં થાનગઢ પરત આવતા નડયો ગોઝારો અકસ્માત

લગ્નની હસી-ખુશીના માહોલ શોકમાં પલ્ટાયો: ડમ્પર ચાલક સામે નોંધાતો ગુનો

મળતી વિગત અનુસાર લીંબડી લગ્ન પતાવી અને ત્યારબાદ થાનગઢ પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો છે ક્રેટા કારમાં સવાર દંપતિનું મોત  નીપજયું ં છે.  અકસ્માતમાં મૃત્યુ પામનાર હરિભાઈ અલગોતર તેમની ઉંમર વર્ષ 45 છે ત્યારે મેરાબેન હરિભાઈ અર્ગોતર તેમની ઉંમર 40 વર્ષ હોવાનું બહાર આવ્યું છે કે બંનેની ડેટબોડીને પીએમ માટે સાયલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તેમને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાને લઇ અને સાયલા સરકારી હોસ્પિટલના હાજર તબીબ દ્વારા જોરાવનગર પોલીસને જાણ કરવામાં આવી છે આ જ અંગે જોરાવ નગર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બેફામ દોડતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જી અને બે લોકોની જિંદગી મોતમાં હોમી દીધી છે આ અંગે જોરાવનગર પોલીસ હાલ તપાસ હાથ ધરી છે અને આ અંગે જે ડમ્પર ચાલકે અકસ્માતરજ્યો છે તે ફરાર બની જવા પામ્યો છે હાલમાં જે ત્રણ ઇજાગ્રસ્તો છે તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતને લઈ હાઇવે પ્રભાવિત બન્યો હતો ત્યારે જોરાવનગર પોલીસ ઘટના સ્થળે જોડી જઈ અને હાઇવે ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી હાલની પરિસ્થિતિ મુજબ ગુનો દાખલ કરી અને ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.