Abtak Media Google News

20 વૃક્ષો ધરાશાયી, 424 વીજપોલ પડી ગયા 

છેલ્લા 24 કલાક દરમિયાન ભારે પવન સાથે માત્ર વિસાવદરમાં દોઢ ઇંચ વરસાદ સિવાય જૂનાગઢ શહેર સહિત ભેસાણ માણાવદર વંથલીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જો કે, ભારે પવનના લીધે સમગ્ર જિલ્લામાં 20 જેટલા સ્થળોએ વૃક્ષો પડી જવાની તથા 424 વીજ પોલ પડી ગયાનું નોંધાયું છે જેના કારણે મેંદરડા અને માળિયાના અનેક ગામોમાં ઉધારપટ છવાયો છે. બીજી બાજુ 2604 થી વધુ લોકોનું સ્થળાંતર  કરાયું છે અને જુનાગઢ એસટી ડિવિઝનના 200 થી વધુ એસટીના શિડ્યુલ આજે પણ કેન્સલ કરવામાં આવ્યા છે. તો માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવેલું છે અને તંત્ર દ્વારા બચાવ કામગીરી માટે એનડીઆરએફની 1 અને એસડીઆરએફ ની 1 ટીમ તેમજ આધુનિક સાધનો સાથેની કમાન્ડો ફોર્સની અલગ અલગ 41 ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે.

માંગરોળ બંદર વિસ્તારમાં સહકાર મંત્રી અને પ્રભારી સચિવ ખડેપગે

રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે સતત ત્રીજા દિવસે ગ્રાઉન્ડ ઉપર જઈ  સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે દરિયાકાંઠે માછીમારો કે અન્ય લોકોની અવર-જવર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ કરીને માંગરોળ બંદર વિસ્તારમાં જૂના બંદર અને જેટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે માછીમાર સમુદાયના આગેવાનો સાથે સંભવિત વાવાઝોડા સામે બંદર વિસ્તારમાં લોકોની સુરક્ષા માટેના જરુરી પગલાઓ અને તૈયારીઓ તથા વાવાઝોડા વખતે પવનની ગતિ, ઉછળતા દરિયાઈ મોજાની ઊંચાઈ અને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે ચર્ચા કરી હતી. તે સાથે પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ પણ રહી લોકોની સુરક્ષા માટેના જરુરી તકેદારી રાખવા માટે પણ પરામર્શ કર્યો હતો.

નવરાશની પળોમાં માછમારીની જાળ બનાવવાનું ચાલુ રાખ્યું

ગઈકાલે બુધવારે દિવસેભર ભારે પવન સાથે માટે વિસાવદરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો તે સિવાય જૂનાગઢ શહેરની સાથે જિલ્લામાં સામાન્ય વરસાદ  નોંધાયો છે. જો કે, ભારે પવનના લીધે સમગ્ર જિલ્લામાં 20 જેટલા સ્થળોએ વૃક્ષો પડી જવાની તથા 424 વીજ પોલ પડી ગયાનું નોંધાયું છે. જેમાં કારણે મેંદરડા અને માળિયાના નવ જેટલા ગામોમાં ઉધારપટ છે. બીજી બાજુ તંત્ર દ્વારા 4604 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તો જુનાગઢ એસટી ડિવિઝનના 200 થી વધુ જેટલા શિડ્યુલ કેન્સલ આજે પણ બંધ રાખવામાં આવ્યા છે. તે સાથે માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવેલું છે. તથા બચાવ કામગીરી માટે તંત્ર દ્વારા એનડીઆરએફની 1 અને એસડીઆરએફ ની 1 ટીમ તેમજ કમાન્ડો ફોર્સ આધુનિક સાધનો સાથે અલગ અલગ 41 ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે.

જિલ્લાના 4604 લોકોને સ્થળાંતરિત કરાયા

જુનાગઢ જિલ્લામાં કેશોદના 48, જુનાગઢ ગ્રામ્યના 169, જુનાગઢ શહેરના 42, ભેસાણના 265, મેંદરડાના 20, માંગરોળના 2601, માણાવદરના 184, માળિયાના 921, વંથલીના 196, વિસાવદરના 148 મળી કુલ 4604 લોકોને કલ્સટર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

એનડીઆરએફ એસડીઆરએફ અને કમાન્ડો તૈનાત

જુનાગઢ જિલ્લામાં એનડીઆરએફ તથા એસડીઆરએફ ની ટીમ તૈનાત  રાખવામાં આવી છે. આ સાથે કમાન્ડો ફોર્સને પણ જુનાગઢ જિલ્લાના સંભવિત વધુ અસરકારક વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

નરસિંહ મહેતા યુનિવર્સિટી સલગ્ન તમામ કોલેજો આજથી બે દિવસ બંધ

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ગઈકાલે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને આ પરિપત્રમાં આજ એટલે કે તા. 15 અને આવતીકાલ તા. 16 ના રોજ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો બે દિવસ શિક્ષણ કાર્ય માટે બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલના તબીબો ની રજા રદ કરાઈ

જુનાગઢ સિવિલ હોસ્પિટલના હાલ વેકેશન પર ગયેલા ડોક્ટરોની રજા રદ કરીને તેમને પરત હોસ્પિટલ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે તેમજ દવા મેડિકલ ઈમરજન્સી સાધનો સાથેનું સ્ટાફ હોસ્પિટલ સાથે ખડે પગે રહ્યો છે.

જુનાગઢ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ્સ નયનાબેન લકુમનાં જણાવ્યયા મુજબ જૂનાગઢ જિલ્લાની સાથે આજુબાજુના જિલ્લાઓના દર્દીઓ સારવાર લેવા અહીં આવતા હોય છે ત્યારે હાલ વાવાઝોડાની સ્થિતિને લઈ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે દવાનો જથ્થો ઇન્જેક્શન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તથા તમામ તબીબોને રજા પરથી પરત બોલાવી લેવામાં આવ્યા છે સાથે હેડકવાટર નહીં છોડવા સૂચનાઓ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.