Abtak Media Google News

જર્જરિત બિલ્ડીંગમાં પ્રસુતાઓનાં જીવને જોખમ: હોસ્પિટલ તંત્રની આંખ આડા કાન

ગંદકીના સામ્રાજયથી જનાના હોસ્પિટલ બની મચ્છર ઉત્પતીનું કેન્દ્ર

ગર્ભવતી મહિલાઓ અને પ્રસુતાઓને રજવાડા સમયથી સેવા આપતી રસુલખાનજી જનાના હોસ્પિટલ અત્યંત કંગાળ હાલત ભોગવી રહી છે. જર્જરીત બિલ્ડીંગના કારણે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જન્મદાત્રી જનાના હોસ્પિટલ નવો અવતાર ઝંખે છે.

3 23હોસ્પિટલ ચોકમાં ૧૨૧ વર્ષ પહેલા રજવાડાનાં સમયે બંધાયેલી રસુલખાનજી જનાના હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મહિલા દર્દીઓની દરરોજ ૨૦૦થી વધુ ઓપીડી સારવાર અપાઈ છે. દિવસ રાત અહી મહિલા દર્દીઓ અને દર્દીનાં સગા સંબંધીઓની અવર જવર રહે છે. ૧૨૦ બેડની ક્ષમતા ધરાવતી રસુલખાનજી જનાના હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરીત થઈ ગયું હોવા છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા તેના પ્રત્યે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને હોસ્પિટલ તંત્ર માત્ર વાતોના વડા કરી વિકાસના બણગા ફૂંકે છે.

2 27આ ઉપરાંત જનાના હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજય હોય તેમ ખૂણે ખાચરે ગંદકીના ઉકરડા તંત્રના ધ્યાને આવતા નથી. હોસ્પિટલમાં રાખવામાં આવેલી કચરા પેટીઓ પણ ભંગાર હાલતમાં જોવા મળે છે. જેના કારણે જનાના હોસ્પિટલ મચ્છર ઉત્પતીનું કેન્દ્ર બન્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. હોસ્પિટલમાં રાત્રી રોકાણ કરતા મહિલા દર્દીના સગાઓ મચ્છરથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. મચ્છના કારણે પ્રસુતા, ગર્ભવતી મહિલા અને સાથે આવેલા સગા સંબંધીઓના સ્વાસ્થ્યને ગંભીર બીમારીનું જોખમ રહે છે.

આડેધડ જતા વાહન પાર્કિંગથી સર્જાતી સમસ્યા

4 15રસુલખાનજી જનાના હોસ્પિટલમાં પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં પણ હોસ્પિટલ તંત્ર અને સિકયુરીટી ગાર્ડની બેદરકારીને કારણે હોસ્પિટલમાં આવતા વાહન ચાલકો ગમે ત્યાં વાહન પાર્ક કરી દેતા હોવાથી તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિતના લોકોને તેમના વાહન પાર્ક કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ઈમરજન્સી સારવાર અર્થે મહિલાઓને લઈને આવતી એમ્બ્યુલન્સને આડેધડ પડેલા વાહનો અડચણ ‚પ થાય છે.

જૂનાગઢના નવાબે જનાના હોસ્પિટલ બંધાવી હતી

જૂનાગઢના વાલાશાન નવાબ સાહેબે રસુલખાનજીએ સ્ત્રીઓની સારવાર માટે સ્ત્રીવૈધને રહેવાના બંગલા અને બીજા નોકરો વગેરે કામ માટે રૂ.૮૦ હજારના ખર્ચે બંધાવી હતી ૧૧મી ડિસેમ્બર ૧૮૯૬નાં દિવસે કાઠીયાવાડ પોલીટીકલ એજન્ટ વાલાસાન મહેરબાન કર્નલ જે.એમ. હંટર સાહેબના હસ્તે હોસ્પિટલનો પાયો નખાયો હતો. ત્યારબાદ ૨૬મી નવેમ્બર ૧૮૯ના રોજ મુંબઈના નામદાર ગવર્નર સાહેબ ધી રાઈટ ઓનરેબલ વીલીયમ મેન્સ ફીલ્ડના હસ્તે આ મકાન ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતુ જેને રસુલખાન હોસ્પિટલ નામ અપાયું હતુ.

જનાના હોસ્પિટલના ગેટ પાસે જ લારી ગલ્લાના ખડકલા

જનાના હોસ્પિટલ અંદર જેટલી સમસ્યા છે. તેનાથી વધારે જટીલ સમસ્યા હોસ્પિટલના ગેટ પાસે છે. હોસ્પિટલના ગેટ પાસે જ ચા-પાણી નાસ્તા રેકડીઓ ઉભી રહેતી હોવાથી ગેટ પાસે જ ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે. જેને કારણે દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સને અંદર જવામાં મોટી સમસ્યા નડે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.