Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે આઈશ્રી સોનબાઈમાંના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સોનલ બીજ મહોત્સવ નિમિતે આજે ચારણ સમાજ દ્વારા ગામેગામ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.

Dsc 2050

આ ઉપરાંત અનેક જગ્યાએ લોકડાયરા સહિતના કાર્યક્રમો પણ રાત્રે યોજવાના છે. રાજકોટમાં પણ આજે વહેલી સવારે ચારણ સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં ચારણ સમાજના લોકોએ આઈ શ્રી સોનબાઈમાંના જયનાદથી આભ ગુંજાવ્યું હતું.

Dsc 2034

વધુમાં કેશોદના મઢડા ખાતે આવેલ સોનલધામ ખાતે પણ આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યાં પણ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.