Abtak Media Google News
જુની યોજનાઓ પોતાના નામ પર ચડાવવા, પક્ષો તોડવાના રાજકારણના દાવપેચમાં ભાજપ હવે ઉધાડુ પડી ગયું ને મને વિશ્ર્વાસ છે કે ગુજરાતના યુવાને દેશને પરિવર્તનનો સંદેશો અપી એક સારી સરકાર બનાવવામાં નીમીત બનશે

રાજકોટમાં કોંગ્રેસના રામકિશન ઓઝાએ પત્રકાર પરિષદ યોજી પુછાયેલા પ્રશ્ર્નોમાં ભાજપ પર આકરા પ્રવાહો કરી ગુજરાતમાં ર7 વર્ષના ભાજપના શાસનમાં લોકોને સુવિધા અને વિકાસ સંતોષનું જરાપણ સુખ મળ્યું ન હોવાનું જણાવ્યું હતું. તેમણે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગ પુછાયેલા પ્રશ્ર્નના જણાવ્યું હતું કે શિવસેનાનો આંતરીક પ્રશ્ર્ન છે. ધારાસભ્યોના મત ભેદ વચ્ચે કેટલીક બહારની શકિત દેશમાં ચારે તરફ તમામ પક્ષોને તોડવા કાર્યરત છે. કેન્દ્રની ભાજપ સરકાર નવા નવા કિમીયા કરી કોંગ્રેસ  તોડવાનું કામ કરે છે, કર્ણાટક, મઘ્યપ્રદેશ, રાજસ્થાનમાં  બધાએ જોયું જ છે આજ રીતે ગોવામાં પણ થયું, સરકાર તોડવાની આ રીત લોકશાહી માટે જોખમી છે, ધારાસભ્યો ને બંધક બનાવી રાખવા, સરકારને સંકટમાં નાખવી ઉચીત નથી ગુજરાતમાં વર્ષોથી ભાજપ સત્તામાં છે, અહીં પણ જોરશોરથી રાજકારણ ખેલાય છે, રાજકોટમાં જ કોંગ્રેસના કાર્યકરો અને  નેતા લડત આપી રહ્યા છે.

પાટીદાર આંદોલન અંગે રામકિશનને જણાવ્યું હતું કે પાટીદારો સરકારના વિરોધમાં રસ્તા પર ઉતર્યા ત્યારે  કોંગ્રેસે સાથ આપ્યો હતો, હજુ તેનું સમાધાન થયું નથી, પાટીદારો હજુ તેમના હકક માટે દુ:ખી જ છે, અહી ઓ.બી.સી. દલીત વર્ગ તમામને આપસમાં લડાવવાનું કામ ચાલે છે. હવે મને લાગે છે કે સાથે રહીને ભાજપ ને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. મને વિશ્ર્વાસ છે કે ગુજરાત  નાયુવાનો દેશને પરિવર્તનનો રાહ બતાવવામાં નીમીત બનશે.

કોંગ્રેસ પણ આત્મવિશ્ર્વાસ સાથે સંગઠન મજબુત કરવા કમર કશે છે વિધાનસભાની તમામ બેઠક વાઇઝ સંગઠનમાં નિમણુંકો કરાશે.

સ્થાનીક ધોરણે પાણી, સફાઇ, આરોગ્યની સેવા કથળી ગઇ છે. રાજકોટ નજીકના જેતપુરમાં લોકો લાલપાણી પીવા મજબુર છે, કોંગ્રેસ ની નર્મદા સરોવર યોજના સિવાય કઇ થયું નથી સત્ય એ છે કે લોકો મોંધવારી, બેરોજગારી ખરાબ રસ્તા જમીન માપણી, ફસલ વીમા, કચરા નિકાલની સમસ્યા પરથી લોકોનું ઘ્યાન બીજે દોરવા શાસકો સતત પ્રયાસ કરે છે.

દેશને આઝાદ થયાને 75 વર્ષ થયા પણ હજુ લોકોને સૃલામતનો સંતોષ નથી મળ્યો, કોંગ્રેસના સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લાલાબહાદુર શાસ્ત્રી, ઇન્દીરાજી એ કોંગ્રેસની વિચારધારા જાળવી દેશનો વિકાસ કર્યો

રાજકોટમાં પક્ષ બદલી થાય ગમે તે આવે જાય પણ વિચાર ધારા જળવાઇ રહેવી જોઇએ. જનતાના પ્રતિનિધિએ વિચાર ધારા પર મત મેળવતો હોય તેનો અવિશ્ર્વાસ ન થાય જનતાને તેનો જવાબ આપવા પડે

અગ્નિ વીરમાં 18 વર્ષના યુવાનને 6 મહીનાની ટ્રેનીંગ પછી 3ાા વર્ષની નોકરી કરાવી ર1 વર્ષે નિવૃત કરી દેવાથી યુવાનોનું ભલુ નહી થાય સૈન્યમાં સુવર્ણ નોકરી 3 વર્ષની ટ્રેનીંગ અને લાંબી નોકરી થી સેના મજબુત થાય તેમણે જણાવેલ કે રાજકારણ મા  વિશ્ર્વાસ ધાત ન થવો જોઇએ હવે લોકો વિશ્ર્વાસ તોડનારાઓને સબક શિખવાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.