Abtak Media Google News

જો કે સરકારે ત્રાજવું વધારે ન નમી જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે

વર્ષ 1917 માં સોવિયેટ રશિયાની પહેલી સરકારનાં વડા વ્લાદિમીર લેનિન એક સદી પહેલા કહી ગયાં છે કે મધ્યમવર્ગીય નાગરિકોની હિંમતને ભાંગીને ચૂર કરી શકે એવી એક જ ઘંટી છે જેનું એક પડ છે કરવેરા ને બીજું પડ છૈ મોંઘવારી અર્થાત ફૂગાવો..! કોવિડ-19 ની મહામારી, વિવિધ કોમોડિટીનાં ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ઘટાડો અને બાકી હોય તો યુક્રેન- રશિયા યુધ્ધ.. ! આ બધા ઐવા મુદ્દા છે જે વૈશ્વિક સમુદાય માટે ઘંટીનું બીજું પડ એટલે કે ઇન્ફલેશન ( ફૂગાવો) સાબિત થયા હતા.  શ્રીલંકા, ટર્કી, નેપાળ જેવા નાના દેશોથી માંડીને અમેરિકા, ચીન તથા ભારત જેવા તમામ દેશો છેલ્લા બે વર્ષથી ફૂગાવા સામે લડી રહ્યા છે. કારણ કે આ મુદ્દાઓ પણ વૈશ્વિક સ્તરના છે. પરંતુ વર્ષ ર 0ર ર  નાં પ્રારંભે જે રીતે મોંઘવારીઐ માઝા મુકી તે જોઇને સૌ ચોંકી ગયા. અને એપ્રિલ-ર ર  નાં અંતે વ્યાજદરમાં વધારા ઝિંકવાના નિર્ણયો કરવા પડ્યાં.

ભારતની જ વાત કરીઐ તો એપ્રિલ-ર ર  નો ફૂગાવાનો દર 7.8 ટકા આવ્યો, જે કોવિડ-19 નાં કાળનો સૌથી વધારે હતો.  સરકારે ના છુટકે વ્યાજદરમાં વધારાનાં પગલાં લેવા પડ્યાં છે. હા, હવે બજારમાં મંદી આવી શકે છે. પણ મોંઘવારી ઘટશે અથવા તો વધતી અટકશૈ એ વાત નક્કી છે. વળી ચોમાસાનાં સારા સંકેત વચ્ચે હવે તેલ, અનાજ તથા કઠોળનાં ભાવ પણ ઘટવા માંડ્યા છે. હવે અહીં સૌથી  મોટો કોયડો એ છે  શું મોંઘવારી સાવ તળિયે જશે? અને એવું થાય તો તે દેશની ઇકોનોમીનાં લાભમાં છૈ? યાદ રહે કે કોઇપણ દેશનો મોંઘવારીનો દર જે તે દેશની જનતાનો તેની સરકાર ઉપરનો ભરોસો વધારે છે. જ્યારે મોંઘવારી સહનશક્તીથી વધી જાય ત્યારે દેશનાં રાજા કે પ્રધાનમંત્રીને ખુરશી છોડીને ભાગવું પડે છે. આપણે હાલમાં શ્રીલંકાને જોઇ રહ્યા છીએ.

મોંઘવારી એ એક એવું ત્રાજવું છે જે કોઇ એક બાજુ વધારે પડુતું નમી જાય તે ઇકોનોમીના લાભમાં નથી. આમ તો મોઘવારીનાં કોઇ માપકયંત્ર વિકસાવાયા નથી પણ જે તે દેશની રોજગારી, ૠઉઙ તથા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ફૂગાવો કેટલો હોવો જોઇઐ તે નક્કી થાય છે.   વૈશ્વિક સ્તરે એવું કહેવાય છે કે અમેરિકા તથા યુકે જેવા દેશો બે ટકા મોંઘવારીનાં દરને આદર્શ માને છે. કારણ કે આટલા દર સુધી વેપારીઓ ગ્રાહક સ્વીકારે તેવા ભાવ રાખી શકે છે તથા ઉપભોક્તા પોતાના ખર્ચનું આયોજન કરી શકે છે. ભારત જેવા દેશ માટે મોંઘવારી ત્રણ  થી ચાર ટકા જેટલી રહે તે આદર્શ નહીં તો પણ વ્યાજબી ગણી શકાય. એટલે જ મહામારી અને લોકડાઉનનાં સમય બાદ સરકારે રિઝર્વ બેંક સાથે બેસીને દેશમાં મોંઘવારી  દર ચાર  થી છ ટકા સુધીનો રહે ત્યાં સુધી આકરાં પગલા ન લેવાનું નક્કી કર્યુ હતું પરંતુ જ્યારે મોઘવારી 7.8 ટકા થઇ ત્યારે રિઝર્વબેંકે સંકેત આપી દીધા કે હવે આકરાં પગલાં લેવાનો સમય આવી ગયો છે.   યાદ રહે કે હાલમાં શ્રીલંકા તથા ટર્કી જેવા દેશોમાં મોઘવારીનાં દર 54 થી 57 ટકા જેટલા ઉંચા છૈ.

ભારતમાં હવે ફૂગાવો ઘટશૈ, જો નહીં ઘટે તો વ્યાજદર વધારીને પણ કાબુમાં લેવામાં આવશે. પરંતુ જો મોંઘવારીનો દર એકદમ ઝડપથી અને એક સ્તરથી નીચો જાય તો શુ? તો એક સમય એવો આવે જ્યારે ઉપભોક્તાઓની માનસિકતા ભાવ હજુ ઘટશૈ એવી થાય અને લોકો ખરીદી ટાળે, પરિણામે વેચાણ કરતા ઉત્પાદન ઘણું વધી જાય, વેપારીઓ અને ઉત્પાદકો વચ્ચે નાણા ફરતા બંધ થઇ જાય, કારખાના તથા મિલો ઉત્પાદન ઘટાડવા માંડે, રોજગારો ઘટે કારીગરો બેકાર થાય અને ઇકોનોમીની ગાડી પાછી પાટા પરથી ઉતરી જાય.

રિઝર્વ બેંકનાં ગવર્નરે ગત સપ્તાહે જ નિવેદન કર્યું છે કે હવે ર 0ર ર  નાં બાકી રહેલા મહિનાઓમાં ફૂગાવો ઘટવાનું ચાલુ થશૈ એવું લાગે છે. ફૂગાવાનો દર 6.0 ટકાથી નીચે જાય ત્યાં સુધી રિઝર્વ બેંક વ્યાજદરનાં મામલે ચુસ્ત રહેશે એ વાત નક્કી છે, પછી ભલે ગમે તેટલી મંદી આવે. અત્રે એ પણ યાદ રાખવું કે ભારતમાં મોંઘવારીનો દર સતત પાંચ મહિના સુધી છ ટકાથી વધારે આવ્યો હતો. ઐટલે તેની ઘટવાની ગતિ પણ એટલી જ ધીમી હોઇ શકે. વિશ્વનાં અમુક દેશોમાં સ્ટેગ્ફલેશનની ચિંતા ઉભી થઇ છે જો કે ભારતમાં હજુ હાલત કંટ્રોલમાં છે.

સરકારનું હાલનું લક્ષ્યાંક ર 0ર 6 સુધી ફૂગાવાને છ ટકાથી નીચે રાખવાનું છે. જ્યારે ફૂગાવો છ ટકાથી વધારે રહેશે ત્યારે સરકાર વૄધ્ધિ પહેલા મોંધવારીને કાબુમાં લેવાનું પસંદ કરશે.  એટલે જ રિઝર્વ બેંકે તાજેતરમાં ભારતનો આ નાણાકિય વર્ષના વૄધ્ધિદરનો અંદાજ 7.8 ટકા થી ઘટાડીને 7.ર  ટકા કર્યો છે.

એમ તો ર 010 સુધી ભારતનો છેલ્લા પાંચ દાયકાનો શ્રેષ્ઠ ફૂગાવાનો દર 7.0 ટકા આવતો હતો. આજે આપણે 7.0 ટકા નાં દરે આક્રમક પગલાં લઇ રહ્યા છીઐ મતલબ કે વૈશ્વિક સમુદાયમાં હવે ભારત પરિપક્વ ઇકોનોમીનાં ગ્રુપમાં સામેલ થઇ રહ્યું છે તેથી હવે તો ભારતે ફૂગાવો ઘટાડીને આ આબરૂ બચાવવી જ રહી. સ્થાનિક સ્તરે પણ ર 0ર 3 નાં બીજા છ મહિનામાં સરકારને સરખામણી આપીને પોતે મોંઘવારી ઘટાડી હોવાનાં હોડિંગ્સ મુકાવવા પડશે ને કારણ કે લોકસભાની ચૂંટણીઓ આવશે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.