Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ  ભાજપા સ૨કા૨ દ્વારા કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા પોષણક્ષમ અભિયાન અંતર્ગત શહે૨માં વિધાનસભા-૬૮ના સમાવિષ્ટ વોર્ડ-૩,૪,પ,૬,૧પ અને ૧૬ માં આવેલ ૨પ૮ કુપોષિત બાળકોના પાલક વાલીઓ સાથે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ભાજપ ધ્વારા બેઠક યોજાઈ હતી અને ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયુ હતું. આ તકે વિધાનસભા-૬૮ના ઈન્ચાર્જ  ભાજપ મહામંત્રી કિશો૨ રાઠોડ તેમજ ધારાસભ્ય અ૨વીંદ રૈયાણી એ  કુપોષિત બાળકોના પાલક વાલીઓ સાથે સવાંદ ક૨તા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ઉતમ થી સર્વોતમ ત૨ફ આગળ વધી ૨હયુ છે ત્યા૨ે કુપોષિત બાળકોને સુપોષિત બનાવીને આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે તેને ઉજજવળ બનાવવા માટે  ગુજરાત સ૨કા૨ ધ્વારા આ બજેટમાં ૩૦૦૦ ક૨ોડ રૂપીયા આંગણવાડીમાં અને પોષ્ણ અભિયાન માટે ફાળવેલ છે.

2.Tuesday 2 1

આ તકે  શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી,  કોર્પોરેટ૨ દેવુબેન જાદવ, સજુબેન ૨બારી, શહે૨ ભાજપ ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપુરા, વોર્ડ નં.૪ ના પ્રભારી અશોક લુણાગરીયા, વોર્ડના પ્રમુખ- મહામંત્રી ,કોર્પોરેશનના મનીષા ઝાલા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત ૨હયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.