Abtak Media Google News

સતત બે ટર્મી જીતતા, સનિક કક્ષાએ બાહુબલી કોંગી ધારાસભ્યોને ભેળવવા ભાજપનો પ્રયાસ: વાંકાનેરના પીરજાદા અને જસદણના ભોળાભાઈ અમિત શાહની રડારમાં.

વિધાનસભાની ૧૮૨ માંી ૧૫૧ બેઠકોનો ટાર્ગેટ પુરો કરવા માટે ભાજપ કોંગ્રેસના જીતી શકે તેવા નેતાઓ અંકે કરવા મામણ કરી રહ્યો છે. સનિક કક્ષાએ પાવરફૂલ હોય તેવા કોંગ્રેસના નેતાઓને ભાજપ ટિકિટ આપશે તેવી શકયતા છે. વાંકાનેર-કુવાડવાના કોંગી ધારાસભ્ય પીરજાદા અને જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ હાલ અમિત શાહની રડારમાં છે. આ બન્ને ધારાસભ્યો સનિક કક્ષાએ ભાજપને લીડ અપાવી શકે તેમ છે.

વર્ષ ૨૦૧૨ વિધાનસભા અને ૨૦૧૪ લોકસભા વિજય બાદ ભાજપે અનેક મજબૂત કોંગી નેતાઓને પોતાના પક્ષમાં કરી લીધા છે. વિઠ્ઠલ રાદડીયા, પુનમ માડમ, દેવુસિંહ ચૌહાણ, દેવજી ફતેપરા, લાલસિંહ વાડોડીયા, પ્રભુ વસાવા સહિતના મોટામાાઓએ કોંગ્રેસનો સા છોડી ભાજપનો હા પકડયો છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલા જ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને મીનીસ્ટર ઓફ સ્ટેટ જસા બારડ પણ કોંગ્રેસમાંી ભાજપમાં જોડાઈ ગયા હતા. આ ઉપરાંત નરહરી અમીન, ગીરીશ પરમાર, બાવકુ ઉધાડ સહિતના બાહુબલી નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. પરિણામે ગુજરાત કોંગ્રેસની તાકાત અડધી ઈ ગઈ હતી. હવે ભાજપે ૧૫૧ બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે. જેી હજુ બહોળા પ્રમાણમાં કોંગી આગેવાનો ભાજપ સો જોડાઈ જાય તેવી શકયતા છે. કોંગ્રેસ પાસે એવા ત્રણ ડઝન એમએલએ છે જેઓ સતત બે ટર્મી ચૂંટાઈ રહ્યાં છે અને ૨૦૧૭માં પણ ચૂંટાઈ જાય તેવી શકયતા છે. આ નેતાઓ સનિક કક્ષાએ ખુબજ પાવરફૂલ છે. ભાજપ ર્નો ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકચાહના ધરાવતા કોંગ્રેસના એમએલએ અંકે કરવા માંગે છે. આ એમએલએ ૨૦૧૭ની ચૂંટણી જીતવા દાવેદાર છે. સૂત્રોના મત મુજબ કોંગ્રેસના ૧૦ એમએલએ તેમજ વરિષ્ઠ નેતાઓ ભાજપ સો જોડાવા માટે તૈયાર છે. તેઓ ભાજપની નેતાગીરીના સીધા સંપર્કમાં છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજયોમાં કારમી હાર નડયા બાદ કોંગ્રેસના જ અનેક નેતાઓને પક્ષની નેતાગીરી ઉપર વિશ્ર્વાસ ની. અગાઉ ભાજપ સો જોડાવા ન માંગતા કોંગી આગેવાનો પાસે હવે ભાજપ સીવાય વિકલ્પ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.