Abtak Media Google News

જ્યારે તમે ગોવા કામ કરવાની જગ્યાએ માત્ર એન્જોય કરવા આવો ત્યારે આવુ બને: ગોવા વિધાનસભામાં કોંગ્રેસની પીછેહઠ ઉપર પાર્રિકરનો પ્રહાર

ભાજપે ગોવામાં મેળવેલી સફળતા અભૂતપૂર્વ ગણી શકાય. ગોવા વિધાનસભામાં થયેલો વિજય માત્ર ભાજપના સુપરડુપર સંચાલનને જ નહીં પરંતુ કોંગ્રેસના મીસમેનેજમેન્ટને કારણે છે. ભાજપે ગોવા સર કરવા એડીચોટીનું જોર લગાડ્યું હતું. જ્યારે કોંગ્રેસ ગોવામાં જીત મળશે તેવા ભ્રમમાં રાચતી હતી. ભાજપે માત્ર ૧૩ બેઠકો મેળવી સત્તા હાંસલ કરી. જ્યારે કોંગ્રેસે ૧૭ બેઠકો હોવા છતાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળતા મેળવી. આ સમગ્ર નિષ્ફળતા કોંગ્રેસના મીસમેનેજમેન્ટના કારણે થઇ.

ભાજપને ગોવામાં સત્તા હાંસલ કરવામાં મળેલી સફળતા ટાઇમ મેનેજમેન્ટના કારણે છે. ૧૩ બેઠકો મેળવ્યા બાદ તાત્કાલિક ટેકો મેળવવા ભાજપે પ્રયાસો શ‚ કરી દીધા હતા. જયારે કોંગ્રેસ પોતાની સરકાર રચાશે તેવા ભ્રમમાં રાચતી હતી. ભાજપનું ગોવા યુનિટ સુપરડુપર સંચાલનમાં હતું. આ સંચાલન પાછળ ગડકરીનો હાથ હતો. ૧૩ બેઠકો મેળવ્યા બાદ ગોવામાં રાજકીય પરિસ્થિતિ તુરંત જ બદલાઇ ગઇ હતી. નીતીન ગડકરીએ પરિણામ આવ્યાના તુરંત બાદ અમિત શાહનો સંપર્ક કરી તેમને મળવા પહોંચ્યા હતા. ગોવામાં નેતાઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માટે પણ તૈયાર હતા. મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવો વિચાર પણ આ સમયગાળા દરમ્યાન મુકાઇ ગયો હતો. આ મામલે અમિત શાહને પર્રિકર સાથે ગડકરીએ ચર્ચા કરી હતી.

ગડકરીએ મોડી રાતથી વ્હેલી સવાર સુધી વિધાનસભામાં બહુમતી મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. વ્હેલી સવારે તેમણે અમિત શાહની સલાહ માંગી હતી. જો પર્રિકર તૈયાર થાય તો ગોવામાં સરકાર રચવી જોઇએ તેવો મત અમિત શાહે રજૂ કર્યો હતો. સરકાર રચવા ભાજપે દાખવેલી ચપળતા કોંગ્રેસના હારનું કારણ બની હતી. કોંગ્રેસમાં જવાબદાર વ્યક્તિના અભાવના કારણે આ હારનો સામનો કરવો પડ્યો હતો.

ગોવામાં સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કોંગ્રેસની નેતાગીરીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તમે ગોવામાં માત્ર આનંદ માણવાની મહેચ્છાએ આવો તો હારનો સામનો કરવો પડે. કોંગ્રેસના દિગ્વીજયસિંઘ માત્ર એન્જોય કરવા આવ્યા હોવાનું કહેવુ મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું હતું. આ એન્જોય કરવાની મનછાના પરિણામે જ ગોવા વિધાનસભામાં કોંગ્રેસ વિશ્ર્વાસનો મત જીતી શકી ન હતી. પર્રિકરે કહ્યું હતું કે, દિગ્વીજયસિંઘને જનરલ સેક્રેટરી પદેથી કોંગ્રેસે હટાવવા જોઇએ. ગોવામાં સરકાર બનાવવા દિગ્વીજયે પગલા લેવાની  જ‚ર હોવાનું પર્રિકરે કહ્યું હતું. આવુ ત્યારે જ બને છે જ્યારે તમે ગોવા કામ કરવા નહીં પરંતુ માત્ર આનંદ માણવા આવતા હો.

ભાજપે ગોવામાં મેળવેલી સફળતા અભૂતપૂર્વ ગણી શકાય. ગોવા વિધાનસભામાં થયેલો વિજય માત્ર ભાજપના સુપરડુપર સંચાલનને જ નહીં પરંતુ કોંગ્રેસના મીસમેનેજમેન્ટને કારણે છે. ભાજપે ગોવા સર કરવા એડીચોટીનું જોર લગાડ્યું હતું. જ્યારે કોંગ્રેસ ગોવામાં જીત મળશે તેવા ભ્રમમાં રાચતી હતી. ભાજપે માત્ર ૧૩ બેઠકો મેળવી સત્તા હાંસલ કરી. જ્યારે કોંગ્રેસે ૧૭ બેઠકો હોવા છતાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળતા મેળવી. આ સમગ્ર નિષ્ફળતા કોંગ્રેસના મીસમેનેજમેન્ટના કારણે થઇ.

ભાજપને ગોવામાં સત્તા હાંસલ કરવામાં મળેલી સફળતા ટાઇમ મેનેજમેન્ટના કારણે છે. ૧૩ બેઠકો મેળવ્યા બાદ તાત્કાલિક ટેકો મેળવવા ભાજપે પ્રયાસો શ‚ કરી દીધા હતા. જયારે કોંગ્રેસ પોતાની સરકાર રચાશે તેવા ભ્રમમાં રાચતી હતી. ભાજપનું ગોવા યુનિટ સુપરડુપર સંચાલનમાં હતું. આ સંચાલન પાછળ ગડકરીનો હાથ હતો. ૧૩ બેઠકો મેળવ્યા બાદ ગોવામાં રાજકીય પરિસ્થિતિ તુરંત જ બદલાઇ ગઇ હતી. નીતીન ગડકરીએ પરિણામ આવ્યાના તુરંત બાદ અમિત શાહનો સંપર્ક કરી તેમને મળવા પહોંચ્યા હતા. ગોવામાં નેતાઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માટે પણ તૈયાર હતા. મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવો વિચાર પણ આ સમયગાળા દરમ્યાન મુકાઇ ગયો હતો. આ મામલે અમિત શાહને પર્રિકર સાથે ગડકરીએ ચર્ચા કરી હતી.

ગડકરીએ મોડી રાતથી વ્હેલી સવાર સુધી વિધાનસભામાં બહુમતી મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. વ્હેલી સવારે તેમણે અમિત શાહની સલાહ માંગી હતી. જો પર્રિકર તૈયાર થાય તો ગોવામાં સરકાર રચવી જોઇએ તેવો મત અમિત શાહે રજૂ કર્યો હતો. સરકાર રચવા ભાજપે દાખવેલી ચપળતા કોંગ્રેસના હારનું કારણ બની હતી. કોંગ્રેસમાં જવાબદાર વ્યક્તિના અભાવના કારણે આ હારનો સામનો કરવો પડ્યો હતો.

ગોવામાં સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કોંગ્રેસની નેતાગીરીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તમે ગોવામાં માત્ર આનંદ માણવાની મહેચ્છાએ આવો તો હારનો સામનો કરવો પડે. કોંગ્રેસના દિગ્વીજયસિંઘ માત્ર એન્જોય કરવા આવ્યા હોવાનું કહેવુ મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું હતું. આ એન્જોય કરવાની મનછાના પરિણામે જ ગોવા વિધાનસભામાં કોંગ્રેસ વિશ્ર્વાસનો મત જીતી શકી ન હતી. પર્રિકરે કહ્યું હતું કે, દિગ્વીજયસિંઘને જનરલ સેક્રેટરી પદેથી કોંગ્રેસે હટાવવા જોઇએ. ગોવામાં સરકાર બનાવવા દિગ્વીજયે પગલા લેવાની  જ‚ર હોવાનું પર્રિકરે કહ્યું હતું. આવુ ત્યારે જ બને છે જ્યારે તમે ગોવા કામ કરવા નહીં પરંતુ માત્ર આનંદ માણવા આવતા હોય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.