Abtak Media Google News

અબતક, દર્શન જોશી

જુનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સહીતના પાંચ પદાધિકારીઓના નામો ફાઇનલ કરવા માટે આવતીકાલે બપોરે 4 કલાકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે સોમવારે યોજાનારી મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણીના એક કલાક પૂર્વ બંધ કવરમાં પદાધિકારીઓના નામ મોકલી દેવામાં આવશે.

રવિવારે બપોરે 4 કલાકે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

જુનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન મેયર ધીરુભાઇ ગોહિલ સહીતના પાંચેય મુખ્ય પદાધિકારીઓની મુદત આગામી 31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. મેયર પદની અઢી વર્ષની બીજી ટર્મ અનુસુચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે નવા પદાધિકારીઓની ચુંટણી માટે સોમવારે સવારે 1ર કલાકે જનરલ બોર્ડની બેઠક મળનાર છે હાલ મેયરપદ માટે અશોકભાઇ ચાવડા, ગીતાબેન મોહનભાઇ ચાવડા, દિવાળીબેન પરમાર,  વાલભાઇ આમછેડા જીવાભાઇ સોલંકી અને બ્રિજેશાબેન ધુધલના નામો ચર્ચામાં છે. ગીતચાબેન ચાવડા અને જીવાભાઇ સોલંકીનું નામ સૌથી વધુ હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યા છે.

જુનાાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સહીતના પાંચેય પદાધિકારીઓના નામો ફાઇનલ કરવા માટે આવતીકાલે રવિવારે બપોરે 4 કલાકે મુખ્યમંત્રીના નિવાસ સ્થાન.ે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પદાધિકારીઓના નામો ફાઇનલ  કરશે. સોમવારે જનરલ બોર્ડ પૂર્વ મઇનારી ભાજપના નગર સેવકોની સંકલન બેઠકમાં નવા મેયરનું નામ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.