Abtak Media Google News

કેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાના સૂચનો આપ્યા હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા તથા ચૂંટણી લીગલ સેલના ક્ધવીનર પરિન્દુ ભગત (કાકુભાઈ) ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા અને આવનાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે કેટલાક સૂચનો કર્યા હતા.

આ મુલાકાત સંદર્ભે ચૂંટણી પંચે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને પાર્ટીના સૂચનોને ચૂંટણી પંચ ગંભીરતાથી લેશે તેવી ખાતરી આપી હતી. અધિકારીના હસ્તે ચૂંટણી સામગ્રી રોકડ અને અન્ય મૂલ્યવાન અને આરાજકતા જન્ય સામગ્રીની જપ્તી અને એને મુક્ત કરવા સૂચન કરેલું હતું.

કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી. બેઠક દરમ્યાન ભાજપના કાર્યકરોએ મહત્વની રજૂઆતો કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરનાર છે.

જે અંતર્ગત આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં ભાજપ નેતાઓ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કુલ 23 મુદ્દાઓની રજૂઆતો કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી વાત જણાવી હતી જે અનુસાર સ્ટાર પ્રચાર, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવે, મતદાનનો સમય વધુ કરવામાં આવે, નામાંકનોની યાદીમાં સુધારો, વેબસાઈટ પર નામાંકન પત્ર અપલોડ કરવા, મતદાન એજન્ટોની ભૂમિકા વધુ સક્રિય રાખવી, 200 મીટરની અંદર પ્રચાર કાર્યાલયને પરવાનગી આપવી, રાજકીય પક્ષો દ્વારા સામાન્ય પ્રચાર માટે ખર્ચ નક્કી કરવામાં આવે, ડિસેમ્બર માસમાં ચૂંટણી ન યોજાય તેવું આયોજન કરવું કારણ કે ડિસેમ્બર માસમાં રાજ્યમાં ખૂબ લગ્ન પ્રસંગ હોય છે જેથી મતદાન ઓછું થઈ શકે છે જેના કારણે ડિસેમ્બરમાં એવા દિવસોમાં મતદાન રાખવું છે જે દિવસોમાં લગ્ન ન હોય તેમ જણાવાયુ હતુ.

આ ઉપરાંત ટટઙઅઝ અને ઊટખમાં એક મતદાન કરતા દોઢ મિનિટનો સમય થાય છે. મતદાનનો સમય હાલ 10 કલાકનો છે પરંતુ 11 કલાક કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

ઊઈઈં એ ગુજરાતના તમામ 182 વિધાનસભા મતવિસ્તારો માટે ઈઊઘને સિંગલ ફોર્મ અ સબમિટ કરવા માટેની અને સંબંધિત રિટર્નિંગ ઓફિસરને મૂળ ફોર્મ અ અને ઇ ની વ્યક્તિગતપણે રજૂ કરવાની માર્ગદર્શિકા આપી છે. અહીં પ્રસંગોપાત સમસ્યાઓ ત્યારે ઊભી થાય છે, જ્યારે કેટલાક રિટર્નિંગ ઓફિસર્સ રાજકીય પક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને ફોર્મ અ સબમિટ કર્યા અંગેના પુરાવા માંગે છે. એવું સૂચન કરવામાં આવે છે કે ઈઊઘ કક્ષાએથી જ તમામ 182છ0/નિરીક્ષકોને તરત જ જાણ કરવી જોઈએ, કારણ કે ઈઊઘ સ્વયં દરેક પક્ષ પાસેથી ફોર્મ અ (ઈઊઘ કોપી) મેળવે છે. વધુમાં ફરી એક વાર વિનંતી કરવામાં આવે છે કે ઈઊઘ દ્વારા તમામ છ0/નિરીક્ષકોને જાણ કરવામાં આવે કે, અવેજી ઉમેદવાર માટે તેના/તેણીના નોમિનેશન ફોર્મ સ્વીકારવા માટે મેંડેટ ફોર્મ અ અને ઇની ઝેરોક્ષ પૂરતી છે, કારણ કે મૂળ ઉમેદવાર પહેલાથી જ તે રજૂ કરી રહ્યા છે.

નિયત પ્રોફોર્મા મુજબ પ્રી-પ્રિન્ટેડ/ટાઈપ કરેલ નોમિનેશન ફોર્મ 2 ઇ સ્વીકારવું. નોમિનેશન ફોર્મ – 2 ઇ ઉમેદવારો તરફથી ટાઈપ કરેલા ફોર્મેટમાં પણ રિટર્નિંગ ઓફિસરો દ્વારા સ્વીકારવું આવશ્યક છે, જો કે તે નિયત પ્રોફોર્મા મુજબ હોવું જોઈએ. કેટલીકવાર આરઓ આગ્રહ કરે છે કે ફોર્મ 2 બી ફક્ત આરઓ ઓફિસ માંથી મેળવેલા ફોર્મની હાર્ડ કોપીમાં જાતે જ ભરવું આવશ્યક છે. પાર્ટી માટે વાહનોની મંજૂર સંખ્યા.

પ્રવર્તમાન ધારા ધોરણો મુજબ જિલ્લા કક્ષાના પદાધિકારીઓ/નેતાઓ (સ્ટાર પ્રચારક સિવાય) માટે ચૂંટણી લક્ષી હેતુ માટે જિલ્લાની અંદર બહુવિધ એસેમ્બલી કોન્સ્ટિટયુએનસીની મુલાકાત લેવા માટે માત્ર એક વાહન માટેની પરમિટ આપવામાં આવે છે, કે જેના ખર્ચનો હિસાબ રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવે છે. એવું બને છે કે રાજકીય પક્ષો શહેર અને જિલ્લા (ગ્રામ્ય વિસ્તાર) માટે અલગ અલગ યુનિટ હેડ ધરાવતા હોય. અમે તેને દરેક જિલ્લા (શહેર સહિત) માટે ત્રણ વાહનો સુધી વધારવાની નિષ્ઠા પૂર્વક વિનંતી કરીએ છીએ,જેના માટેનો ખર્ચ રાજકીય પક્ષ દ્વારા ઉઠાવવામાં આવશે અને તે પક્ષના ખર્ચના હિસાબોમાં પ્રતિબિંબિત થશે. વિગેરે બાબતે ભાજપ દ્વારા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.