ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ સહપરીવાર મતદાન કર્યું

BHARAT PANDYA | FAMILY
BHARAT PANDYA | FAMILY

આજે લોકશાહીનો ઉત્સવ છે. એક તરફ નર્મદા વિરોધી લોકો છે. બીજી તરફ નર્મદાને લાવનારા લોકો છે. એક તરફ વિકાસ વિરોધી લોકો છે. બીજી તરફ વિકાસ કરનારા લોકો છે. એક તરફ ગુજરાતને બદનામ કરવાવાળા લોકો છે. બીજી તરફ ગુજરાતને ગૌરવ અપાવનારા લોકો છે. એક તરફ ગુજરાતના નેતૃત્વ વિરોધી લોકો છે અને બીજી તરફ ગુજરાતનું નેતૃત્વ આજે દેશનું નેતૃત્વ કરે છે.

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે. ગુજરાતની જનતા અને નરેન્દ્રભાઈ મોદી એક સિક્કાની બે બાજૂ છે. લોકસભાની જેમ જ વિધાનસભામાં પણ ગુજરાતન જનતા શાંતિ, એકતા અને વિકાસની સાથે રહેશે અને ભાજપને ભવ્ય વિજય બનાવશે તેવો અમને વિશ્વાસ છે.