Abtak Media Google News

રથયાત્રાને મંજૂરી મળતા મમતા સરકારને મોટો ઝટકો

ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળમાં પ્રસ્થાપિત રથયાત્રાને કોલકત્તા હાઈકોર્ટ દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે. ગણતંત્ર બચાવો રથયાત્રાને મંજૂરી મળતા રાજયની મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ન્યાયમૂર્તિ તપ્રબ્રાતા ચક્રવર્તીએ ભાજપના જિલ્લા અધિકારીઓને જાણ કરી હતી કે, રેલી શરૂ થવાની ૧૨ કલાક પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. પાર્ટીને એ પણ જાણ કરવામાં આવી હતી કે, યાત્રામાં કોઈપણ કાયદાનો ભંગ ન થાય અને વાહન વ્યવહાર તેમજ અન્ય લોકોને નુકશાન ન પહોંચે.

Advertisement

આ પૂર્વે સરકારે રથયાત્રાની પરવાનગી આપવાની મનાઈ કરી હતી. પરંતુ હવે રથયાત્રામાં વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. રાજય ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, પાર્ટી કોર્ટના નિયમોનું ચુસ્ત પાલન કરશે. રામ લોકતંત્ર રેલીના સ્વરૂપમાં રથયાત્રાને પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. જનતંત્ર બચાવ યાત્રાને ત્રણ તારીખો તૈયાર કરવામાં આવી છે. રેલી આયોજન માટે ભાજપની માંગ પર ટીએમસી નેતા અને ખાદ્ય મંત્રી જયોતિપ્રિયો મુલીકે કહ્યું કે, રાજય સરકારને તેમણે મંજૂરી દઈને યોગ્ય નિર્ણય લીધો નથી. ભાજપનો લક્ષ્ય સાંપ્રદાયીક બનાવવાનો છે અને રાજયમાં તનાવ ઉભો કરવાનો છે. તમામ પ્રકારની રથયાત્રા કોઈપણ ધર્મ અને રાજનૈતિક પાર્ટીઓ ઉપર પ્રતિબંધ હોવું જોઈએ નહીં કારણ કે તે સામાન્ય માણસને નુકશાન પહોંચાડે છે અને વ્યવસ્થા ખોરવાઈ છે.માટે બંગાળમાં આવતીકાલથી ભાજપનો રથ દોડતો થશે. જો કે, તેની અસર અત્યારથી જ મમતાને થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.