Abtak Media Google News

અગાઉ વેપારી વિભાગની ચાર બેઠક બીનહરીફ  થયા બાદ 1ર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો કબ્જો: હરીફ ઉમેદવારનો કારમો વિજય

ઉપલેટા યાર્ડની ખેડુત વિભાગની 10 બેઠકો અને સંઘ વિભાગની બે બેઠકો માટે ગઇકાલે યોજાયેલ ચુટણી દરમ્યાન આજે મતગણતરી હાથ ધરવામાં આવતા તમામ 1ર બેઠકો ઉપર ભાજપનો વિજય થતાં માકેટીંગ યાર્ડ ઉપર ભગવો લહેરાયો હતો.

ગઇકાલે ખેડુત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલ મતદાનમાં 462 મતોમાંથી 387 મતદારોએ મતદાન કર્યુ હતુ. જયારે સંઘ વિભાગની બે બેઠકો ઉપર ર48 મતોમાંથી 164 મતદારોએ મતદાન કર્યુ હતું.

આમ એકંદરે 84 ટકા જેવું ઉંચુ મતદાન થયા બાદ આજે સવારે માકેટીંગ યાર્ડ ખાતે ચુંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી હાથ ધરાતા પ્રથમ સંઘ વિભાગની બે બેઠકોની મતગણતરી હાથ ધરાતા ભાજપના દલપતભાઇ માકડીયાને 164 મતો માંથી 157 મતો મળેલ જયારે બીજા ઉમેદવાર જેન્તીભાઇ બરોચીને 164 માંથી 1પપ મતો મળેલ જયારે હરીફ ઉમેદવાર અશોકભાઇ લાડાણીને નવ મળતા સંઘની બન્ને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો ધીંગી બહુમતિથી વિજયી બન્યા હતા.

જયારે ખેડુત વિભાગની મતગણતરી હાથ ધરવામાં આવતા 387 મત માંથી ભાજપના ઉમેદવારો હરીભાઇ ઠુમરને 327, સંજયભાઇ માકડીયાને 310, પરેશભાઇ ઉચદડીયાને 334, ગોપાલભાઇ સખીયાને 342, રણમલભાઇ વામરોટીયાને 334, રમેશભાઇ ખાંટને 342,  જમનભાઇ કોડીયાને 324, વલ્લભભાઇ મુરાણીને 334, બાબુભાઇ હુબલને 330, ધરર્મેન્દ્રસિંહ ચુડાસમાને 3ર8 મતો મળ્યા હતા. જયારે હરિફ ઉમેદવારને માત્ર 128 મન મલ્યા હતા. આમ ભાજપના ઉમેદવારો જંગી બહુમતિથી વિજયળી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.